Home Gujarat અગ્રસચિવ ડો.જંયતિ રવિ ફરી એકવાર ચર્ચામાં, બે સિનિયર અધિકારીઓના રાજીનામા પડતા વિવાદોમાં

અગ્રસચિવ ડો.જંયતિ રવિ ફરી એકવાર ચર્ચામાં, બે સિનિયર અધિકારીઓના રાજીનામા પડતા વિવાદોમાં

166
0

કોરોના કાળમાં ગુજરાતના આરોગ્ય વિભાગની બાગડોર અગ્રસચિવ ડો. જયંતિ રવિના હાથમાં મૂકેલી છે. અનેક વાર વિવાદોમાં આવ્યા બાદ સરકારે તેમની દોર કાપી નાંખી હતી. ત્યારે ફરી એકવાર જયંતિ રવિ સામે બે સિનિયર અધિકારીઓના રાજીનામા પડતા મોટો સવાલો ઉભા થયા છે. ગુજરાતના આરોગ્ય કમિશનરેટમા અધિક નિયામક ડો. પ્રકાશ વાઘેલા અને એપેડેમિક યુનિટના મેડિકલ ઓફ્સિર ડો.દક્ષા પટેલ એમ બે સિનિયર ઓફ્સિરોએ રાજીનામા આપ્યા છે.
ડો.વાઘેલાએ હૃદયની સર્જરી થયાનું તેમજ ડો.પટેલે પરિવારમાં માતાની સારવારનું કારણ આગળ ધર્યુ છે. પરંતુ, હકીકતમાં સીધી રીતે કમિશનરેટમા જેમની કોઇ રોલ નથી તેવા અગ્રસચિવ ડો.જંયતિ રવિના વલણને કારણે એક સમયે ઘિખતી ખાનગી પ્રેક્ટિસ બદલે સરકારી સેવામાં જોડાયેલા આ બેઉ ડોક્ટરોને રાજીનામા આપવાની ફરજ પડી છે. એવુ સચિવાલયમાં ખુલ્લેઆમ ચર્ચાય છે. જંયતી રવિએ એક તબક્કે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને અમદાવાદ સિવિલમાં બેસાડીને આખા કમિશનરેટનો કબ્જો લઇ લીધો હતો.


અગાઉ અનેક વખત જયંતિ રવિ ચર્ચામાં.. પતિની કંપનીને લઈને ઉઠાયા હતા સવાલો

ગુજરાત સરકારના સિનિયર IAS અધિકારી ડો. જયંતિ રવિના પતિની કંપની આર્ગ્યુસોફટ ઈન્ડિયા લિ.ને કોઈપણ કોન્ટ્રાકટ આપતા પહેલા સરકારની મંજૂરી ફરજીયાત રીતે લેવાની રહેશે. IAS અધિકારી અને આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ આ સંદર્ભમા બે પેજનો એક પરીપત્ર પણ કર્યો હતો. જેને પગલે આ સ્પષ્ટ થઈ ગયુ છે કે આખરે સરકારે ડો જયંતિની સત્તા પર અંકુશ મુકી દીધો છે.
ડો જયંતિ રવિના પતિ રવિ ગોપાલનની માલિકીની કંપની આર્ગ્યુસોફટ પાસેથી આરોગ્ય વિભાગે લગભગ અઢી વર્ષ પહેલા ટેકો સોફટવેર નામના સોફટવેરની ખરીદી કરી હતી. આશા વર્કર બહેનોને ગામડાઓમાં જઈને ડેટા તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. તે માટે આ બહેનોને મોબાઈલ ફોન અપાયા હતા. જેમા જયંતિ રવિના પતિની કંપનીનું સોફટવેર હતું. જો કે તેનુ કોઈ ટેન્ડર બહાર પડયુ હતુ કે કેમ તેની કોઈને ખબર નથી. ઉપરાંત આ કંપનીને કેટલા નાણા કયારે અને કઈ રીતે ચૂકવાયા તે પણ રહસ્ય છે.
દરમિયાનમાં કોરોનાની સંપૂર્ણ કામગીરી પર ડો.જયંતિ રવિ દેખરેખ રાખી રહ્યાં છે. આથી તેઓએ તેમના સ્ટાફને સૂચના આપી હતી કે કોરોના સંદર્ભનો તમામ ડેટા આર્ગ્યુસોફટમા નાખી દેવો. જેથી કર્મચારીમા ગણગણાટ શરુ થયો હતો.
આખરે સરકારની સૂચનાને પગલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આ કંપનીને કોન્ટ્રાકટ આપવા પર બ્રેક લગાવતો પરીપત્ર કરી દઈ ડો. જયંતિ રવિને મોકલી આપ્યો છે. જેમા સ્પષ્ટ રીતે લખ્યું છે કે કોરોના સંક્રમિત વ્યક્તિના નિદાન, લેબોરેટરી, તપાસ, સારવાર વગેરે માટે જો ટેકોસોફટવેરમા ડેટા એન્ટ્રી દ્વારા મોનિટરીંગ કરવાનુ થાય તો કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ.
પરિપત્રમા લખ્યું છે કે કોરોનાગ્રસ્ત લોકોના ડેટા સ્ટોરેજ તથા વપરાશ માટે દર્દીઓની સંમતિ જરુરી છે. આ બાબતે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે આ કંપની સાથે MOU કરવાના થાય તો વિભાગ કક્ષાએથી જરૂરી ઠરાવ થયા પછી જ અમલીકરણ થાય તે જરુરી છે.
આથી આ અંગે સરકાર કક્ષાએથી પણ ઠરાવ જરુરી છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે સરકારની મંજુરી વગર ડો. જયંતી રવિના પતિની કંપનીને કોઈ જ કોન્ટ્રકટ મળી શકશે નહીં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here