Home Crime અનાજ દળવાની ઘંટીની દુકાનમાં ઘુસેલાં બકરાને કાઢવા મુદ્દે ઝઘડો

અનાજ દળવાની ઘંટીની દુકાનમાં ઘુસેલાં બકરાને કાઢવા મુદ્દે ઝઘડો

52
0

આમોદના રોઝા ટંકારિયા ગામે વાંટાફળિયા વિસ્તારમાં રહેતાં ઇબ્રાહિમ વોરાપટેલ અનાજ દળવાની ઘંટી ચલાવે છે. તેમની પત્ની બિમાર હોઇ તે તેમની પત્ની સાથે હોસ્પિટલમાં હતાં. જ્યારે તેમના પરિવારજનો તેમની ઘંટી ચલાવતાં હતાં. દરમિયાનમાં તેમના ઘરની સામે રહેતાં ઇલ્યાસ મહંમદ વલી બાપુના બકરા તેમના ઘરમાં ઘુસી જઇ અનાજ દળવાની ઘંટીમાંથી અનાજ ખાઇ રહ્યાં હોઇ તેમની પુત્રવધુ રિઝવાનાએ તેમને બહાર કાઢતાં ઇલ્યાસ મહંમદ વલીબાપુ, રિઝવાના ઇલ્યાસ વલીબાપુ, સાજીયા ઇલ્યાસ વલીબાપુ તેમજ ફાતમા ઇલ્યાસ વલીબાપુએ હૂમલો કરી તેમને માર મારી ઇજા પહોંચાડી હતી.
મામલામાં ઇલ્યાસ મહંમદ વોરાપટેેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પત્ની તેમના ઘરના અડાળામાંથી બકરા બહાર કાઢતી હતી તે વેળાં એક બકરો તેમના ઇબ્રાહિમ મુસાના ઘરમાં ઘુસી જતાં તેમના પુત્ર જાવીદ અને તેની પત્ની રિઝવાનાએ બકરાને માર મારતાં તેમણે બકરાને નહીં મારવા કહેતાં તેઓએ તેમના પર હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે આમોદ પોલીસ મથકે બન્ને પક્ષની ફરિયાદ નોંધાવી હતી.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleતળાવની બાબતે ફરી વિવાદ:હાંસોટમાં મત્સ્ય તળાવનું ભૂત ફરી ધુણ્યું
Next articleઆણંદ એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજના બી.વોક ડિપાર્ટમેન્ટ દ્વારા વિધાર્થીઓ માટે ફૂડ એન્ડ બેવરેજીસ અંગેની પ્રાયોગિક માહિતીલક્ષી પરિસંવાદનું આયોજન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here