Home Gujarat અમદાવાદામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપશે કે નહી, મૂંઝવણ વધી

અમદાવાદામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપશે કે નહી, મૂંઝવણ વધી

183
0

અમદાવાદ સહિત ગુજરાતભરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કેબિનેટની બેઠકમાં આ સંદર્ભે વિસ્તારથી ચર્ચા કર્યાનું જણાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બુધવારે રથયાત્રા નીકળે તો સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય અને તેથી કોરોનાનો ચેપ પ્રસરવાની શક્યતા હોવાથી સરકાર વિવિધ સ્તરેથી અભ્યાસ કરીને નિર્ણય લેશે તેની વાત જણાવી હતી ત્યારે અમદાવાદમાં રથયાત્રા નિકળશે કે નહી તે અંકે લોકોમાં મૂંઝવણ છે.
આ સાથે જ રથયાત્રાને મંજૂરી ના આપવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટેમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં અરજદારે રજુઆત કરી છે કે, કોરોનાના સંકટકાળમાં રથયાત્રાની મંજૂરી પર રોક લગાવી જોઇએ કારણ કે રથયાત્રાને જો મંજૂરી મળશે તો કોરોનાનો ચેપ ફેલાશે અને અમદાવાદ શહેરની સ્થિતિ વધુ વકરશે. આ અરજી પર તુરંત સુનાવણી કરવા અરજદારે માંગ કરી છે. આ જાહેરહિતની અરજીને લઇ વધુ સુધાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
કોરોના મહામારીમાં અમદાવાદમાં ધારણા કરતા ચેપનો ફેલાવો અને મૃત્યુઆંક ઘટાડવામાં સરકારને સફ્ળતા મળી છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન કોવિડ-19ના દર્દીઓને પૂરતી સારવાર મળે, ચેપના ફેલાવા ઉપર નિયંત્રણ રહે તે દિશામાં છે છતા દિવસેને દિવસે કોરોનાના કેસ નધી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ કેસોનો વાત કરીએ તો આ આંકડો 25 હજારને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધારે 520 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 348 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 25148 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1561 થયો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 17438 થયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here