Home Gujarat અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર મહાનગરોની હદમાં વધારો

અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર મહાનગરોની હદમાં વધારો

32
0

ગુજરાતમાં અમદાવાદ સહિત ૬ મહાનગરપાલિકાઓની ટર્મ ડિસેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે જામનગર અને જૂનાગઢ સિવાયની મહાનગરપાલિકાઓની હદ વધારતા જાહેરનામા ગુરુવારે શહેરી વિકાસ વિભાગે બહાર પાડયા છે. શહેરી વિકાસ વિભાગે આ વધારાના વિસ્તારો જે તે મહાનગરોમાં ઉમેરવા અંગે જાહેરનામા બહાર પાડયા પછી હવે રાજ્ય ચૂંટણીપંચ વોર્ડરચનાની પ્રક્રિયા આરંભશે. હવે જે ચૂંટણી યોજાશે તેમાં આ નવો વિસ્તાર પણ સ્વાભાવિક રીતે આવરી લેવાશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન

અમદાવાદ મહાનગરપાલિકામાં બોપલ-ઘુમા નગરપાલિકા તથા ૯ ગ્રામપંચાયતો- ચિલોડા-નરોડા (સિટી), કઠવાડા, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતપુર, બિલાસીઆ, રણાસણ તથા ખોડિયારના વિસ્તારો ભેળવવામાં આવ્યા છે.

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન
ગાંધીનગર મહાનગરપાલિકામાં પેથાપુર નગરપાલિકા તેમજ ૧૮ ગ્રામપંચાયતો- કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા હડમતિયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નાભોઈ તથા રાંધેજા ઉપરાંત તારાપુર, ઉવારસ, ધોળાકૂવા, ઇન્દ્રોડા, લવારપુર, શાહપુર અને બાસણ ગ્રામપંચાયતોનો કેટલોક વિસ્તાર ભેળવવામાં આવ્યો છે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન
વડોદરા મહાનગરપાલિકામાં ૭ ગ્રામપંચાયતો- ભાયલી,સેવાસી, વેમાલી, બિલ, કરોડિયા, ઉંદેરા અને વડાડલાનો વિસ્તાર આવરી લેવાયો છે.
સુરત મ્યુનિ. કોર્પોરેશન
સુરત મહાનગરપાલિકામાં સુરત અને કંસાર નગરપાલિકાઓ તથા ૨૭ ગ્રામપંચાયતો- ઉમરા, ઓથાણ, સારોલી, કંભારિયા, સેગવા, ભરથાણા, પારડી, પાલી, ભાથા, ભેંસાણ, વાલક, વેલંજા, સણિયા, ખડસડ, મલગામા, ભાડા, અબ્રામા, કઠોર, લસકાણા, પાસોદરા, તલંગપુર, ભાટપુર, કઠોદરા, ઇસાપુર, વસવારી, ઉંબેર અને કાંડી ફળિયા ભેળવવામાં આવી છે.
ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન
ભાવનગર મહાનગરપાલિકામાં એક માત્ર અધેવાડા ગ્રામપંચાયતનો વિસ્તાર ઉમેરવામાં આવ્યો છે.
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન
રાજકોટ મહાનગરપાલિકામાં મોટા મહુવા, મુંજકા, માધાપર અન કંટેશ્વર એમ ૪ ગ્રામપંચાયતો ભેળવવામાં આવી છે.
અમદાવાદ શહેરની હદમાં આ વિસ્તારો ઉમેરાયાં 
પાર્ટ ૧  : બોપલ-ઘુમા નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર
પાર્ટ ૨  : ચિલોડા-નરોડા (સીટી), કઠવાડા પંચાયતનો સમગ્ર વિસ્તાર
પાર્ટ ૩  : અમદાવાદની હાલની હદ અને એસપી રિંગ રોડની વચ્ચે આવતાં વિસ્તારો ધરાવતી ગ્રામ પંચાયતો જેવી કે, ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસીયા, રણાસણના ૧૪૫ સરવે નંબરો
અમદાવાદ શહેરની હદમાં સાત ગ્રામપંચાયતોના ૧૪૫ સરવે નંબરો અને ફાઇનલ પ્લોટ હદમાં ભળ્યાં
સનાથલ : ટીપી સ્કીમ ૨૦૧ રેવન્યૂ સરવે નંબર ૨૩૧, ૨૩૨, ૨૩૪/P, ૨૩૩/P, ૨૪૫/P : ટીપી સ્કીમ નંબર ૮૮ રેવન્યૂ સરવે નંબર ૨૩૨/પી, ૨૩૩/પી, ૨૪૫, ૨૪૬, ૨૪૭, રેવન્યૂ સરવે નંબર ૨૪૯/પી, ૨૫૦, ૨૫૧, ૨૫૨, ૨૬૪/પી, ૨૬૬, ૨૬૭, ૨૬૫, ૨૬૮, ૨૬૯, ૨૬૨, ૨૬૦/પી, ૨૬૧/પી, ૨૭૦, ૨૭૧/પી, ૨૭૨, ૨૭૩, ૨૭૪, ૨૭૫, ૨૭૬, ૨૭૭, ૨૭૮, ૨૭૯, ૨૮૦, ૨૮૧, ૨૮૨, ૨૯૭, ૨૯૮/પી, ૨૯૪/પી, ૨૯૫, ૨૯૬, ૨૯૦, ૨૮૯, ૨૮૮, ૨૮૭, ૨૯૧+૨૯૩+૨૯૩/પી, ૩૧૧/પી, ૨૮૬, ૨૮૫, ૨૮૪, ૨૮૩/પી, ૩૨૧/પી, ૩૨૨, ૩૨૩, ૩૨૬/પી
વિસલપુર : રેવન્યૂ સરવે નંબર ૧૮૭/૧/પી, ૧૯૪/પી, ૧૯૫/પી, ૧૯૬, ૧૯૭/પી
અસલાલી : ટીપી સ્કીમ નંબર ૧૨૮ રેવન્યૂ સરવે નંબર ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૫/એ/પી, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૧૫૫, ૧૫૬, રેવન્યૂ સરવે નંબર ૧૬૧૨/પી, ૧૬૭૫/પી, ૧૬૭૬, ૧૬૭૭, ૧૬૭૮/એ, ૧૬૭૮/બી/પી, ૧૬૭૯/પી, ૧૬૮૦, ૧૬૮૧, ૧૬૮૨
ગેરતનગર : ટીપી સ્કીમ નંબર ૧૧૬ રેવન્યૂ સરવે નંબર ૬૬, ૬૨/એ
બિલાસીયા : ટીપી સ્કીમ ૧૦૯ એફપી નંબર ૩૪/૧, ૩૨/૧, ૩૪/૨, ૩૨/૨, ૩૧, ૩૦/૧, ૧૦૧/૨, ૯૭/૧, ૯૫/૨
રણાસણ : રેવન્યૂ સરવે નંબર ૧૯/પી, ૨૦, ૨૨/પી, ૨૩/પી, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮/પી, ૧૨૫/પી, ૧૨૬, ૧૨૭, ૧૨૮/એ, ૧૨૮/બી, ૧૨૯/પી, ૧૩૧
ખોડિયાર : રેવન્યૂ સરવે નંબર ૬૮/પી, ૭૦/પી, ૭૧, ૭૨, ૭૩, ૭૪/પી, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૦, ૮૧/પી, ૮૨/પી, ૮૩/પી, ૮૪/પી, ૮૭/પી, ૯૧, ૯૨, ૯૩ : ટીપી સ્કીમ નંબર ૬૦ એફપી નંબર ૨૪/૧/૨, ૨૪/૨, ૨૮, ૩૦, ૩૮, ૩૯, ૪૪,૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૩/૨, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૬૮/૧
ગાંધીનગરનું વજન પડયું
અમદાવાદમાં સુઘડ, ભાટ, કોટેશ્વર, ખોરજ, ઝુંડાલ જેવા ગામ ઉમેરવાની દરખાસ્ત કરાઇ હતી પણ અમદાવાદની માગ ફગાવીને આ તમામ ગામોને ગાંધીનગરની હદમાં ભેળવવામાં આવ્યા છે. ગાંધીનગરનું વજન પડયું છે. હવે સરકાર અમદાવાદની તર્જ ઉપર ગાંધીનગરનો પણ મોટા શહેર તરીકે વિકાસ કરવા તરફ જઇ રહી છે.
શું ફાયદો ?
અમદાવાદની હદમાં ભળેલા વિસ્તારોને રોડ, પાણી, ગટર જેવી પાયાની સુવિધા સાથે ગાર્ડન, જીમ, સ્પોર્ટસ સંકુલ, સ્વીમીંગ પુલ, હેલ્થ સેન્ટર જેવી સગવડો ઉપલબ્ધ બનશે. પાલિકા અને ગ્રામપંચાયતની સરખામણીએ કોર્પોરેશનની આર્થિક સદ્ધરતાં, મજબુત વહીવટી માળખુ અને વધુ સરકારી સહાયના કારણે વિકાસના કામોને વેગ મળશે.
શું નુકસાન ?
શહેરમાં મોટા વોર્ડ સમસ્યા છે. એક વોર્ડ અડધી વિધાનસભા જેટલો હોય છે. અહીં ચાર કોર્પોરેટરોનું પ્રતિનિધિત્વ છે જેથી એક સાથે સમતોલ વિકાસ શક્ય બનતો નથી. વધુ મજબુત નેતા કે લીડરશીપ હોય તેવા વોર્ડમાં ઝડપથી વિકાસ થાય છે. ગામ કે પાલિકાની સરખામણીએ પ્રોપર્ટી ટેક્સ અને વોટરચાર્જ વધુ ચૂકવવો પડશે.
આ ગ્રામપંચાયતોના આટલા પ્લોટ હદમાં ભળશે 
ગ્રામ પંચાયતનું નામ       સરવે નંબરની સંખ્યા
અસલાલી                       ૨૧ પ્લોટ
બિલાસીયા                   ૯ પ્લોટ
ગેરતનગર                  ૨ પ્લોટ
ખોડિયાર                     ૩૭ પ્લોટ
રણાસણ                       ૧૬ પ્લોટ
સનાથલ                       ૫૫ પ્લોટ
કુલ                                ૧૪૫ પ્લોટ 

Previous articleદેશમાં 24 કલાકમાં નવા દર્દીઓનો રેકોર્ડ બ્રેક આંકડો, ચોંકાવનારો મોતનો આંકડો
Next articleઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here