Home Gujarat અમારી પાર્ટી સર્વજન હિતાય-સર્વજન સુખાયના વિચાર પર ચાલનારી, અમારી કથની-કરનીમાં કોઈ અંતર...

અમારી પાર્ટી સર્વજન હિતાય-સર્વજન સુખાયના વિચાર પર ચાલનારી, અમારી કથની-કરનીમાં કોઈ અંતર નહીં: માયાવતી

16
0

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટીએ રણશિંગુ ફૂંકી દીધુ છે. પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતીએ મંગળવારે લખનૌમાં બ્રાહ્મણ પ્રબુદ્ધ સંમેલનને સંબોધિત કર્યો. માયાવતીએ સ્પષ્ટ કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં બ્રાહ્મણો પર અત્યાચાર વધ્યો છે.


સંમેલનમાં માયાવતીએ મોટુ એલાન કરતા કહ્યુ કે ભાજપની સરકાર દરમિયાન બ્રાહ્મણો પર જે એક્શન થયુ. તેની તપાસ કરાવવામાં આવશે. આ સિવાય જે અધિકારી દોષી મળશે. તેમની પર એક્શન લેવામાં આવશે. માયાવતીએ કહ્યુ કે બ્રાહ્મણોના માન-સન્માન અને સુરક્ષાનુ પૂરુ ધ્યાન રાખવામાં આવશે.


દરેક વિધાનસભામાં 1000 કાર્યકર્તા તૈયાર કરવા પડશે

બસપા પ્રમુખ માયાવતીએ કહ્યુ કે બસપા સર્વજન હિતાય-સર્વજન સુખાયના વિચાર પર ચાલનારી પાર્ટી છે. અમારી કથની-કરનીમાં કોઈ અંતર હોતો નથી. માયાવતીએ મંત્ર આપ્યો કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં 1000 બ્રાહ્મણ કાર્યકર્તાઓને તૈયાર કરવાના છે અને તમામને એકત્ર કરીને ચાલવાનુ છે.

માયાવતીએ કહ્યુ કે આ વખતે બસપાની સરકાર આવવાથી કોઈ રોકી શકશે નહીં. અમારી સરકાર આવી તો સરકારમાં એક વાર ફરી બ્રાહ્મણોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે અને તમામનુ સન્માન કરવામાં આવશે.

ભાજપમાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છે બ્રાહ્મણ

ભાજપ અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા માયાવતીએ કહ્યુ કે અમારી પાર્ટી બીજા દળોની જેમ હવામાં વાતો કરતી નથી. ના અમે ધર્મ-જાતિના આધારે કોઈની વચ્ચે ભેદભાવ કરીએ છીએ. આ સિવાય બસપા સરકારે હંમેશા કાનૂનનુ રાજ સ્થાપિત કર્યુ છે.

માયાવતીએ કહ્યુ કે 2012માં સપાએ સત્તામાં આવીને યુપીનો માહોલ બગાડ્યો. જે બાદ 2017માં લોકો ભાજપના વચનમાં આવી ગયા. ભાજપની સરકાર હજુ સુધી પોતાના વચનને પૂરા કરી શકી નથી. બ્રાહ્મણ સમાજના લોકો ભાજપની સરકારથી મુક્તિ મેળવવા ઈચ્છે છે.

ઉલ્લેખનીય છે કે બહુજન સમાજ પાર્ટી દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મહેનત ચાલી રહી છે. સતીશચંદ્ર મિશ્રાની અધ્યક્ષતાવાળી બસપા પ્રબુદ્ધ સંમેલનોનુ આયોજન કરી રહી છે. મંગળવારે આનુ સમાપન કરવામાં આવ્યુ. જેમાં માયાવતીએ ભાગ લીધો.

Previous articleપંજશીર પ્રાંતમાં તાલિબાન પર અજાણ્યા લડાકુ વિમાનોના હવાઈ હુમલા?
Next articleહવે હરિયાણાના કરનાલમાં આજે ખેડૂતોની મહાપંચાયત, પાંચ રાજ્યોમાં ઈન્ટરનેટ બંધ, ધારા 144 લાગુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here