Home Astrology અમાસ અને રવિવારના થશે મિથુન રાશીમા કંકણાકૃતિ સૂર્યગ્રહણ, ખુબજ ભારે મુશ્કેલીઓ લાવશે

અમાસ અને રવિવારના થશે મિથુન રાશીમા કંકણાકૃતિ સૂર્યગ્રહણ, ખુબજ ભારે મુશ્કેલીઓ લાવશે

7
0

21 જૂને સૂર્ય ગ્રહણ થવાનું છે. આ મહિનામા આ બીજુ ગ્રહણ થશે. આ પહેલા 5 જૂને ઉપછાયા ચંદ્ર ગ્રહણ થયુ હતુ. ખગોળીય રીતે આ ઘટના ખુબજ મહત્વ ધરાવે છે સાથે સાથે ધાર્મિક દૃષ્ટીએ પણ ગ્રહણનું ખુબજ મહત્વ રહેલુ છે. આ સૂર્યગ્રહણ રોગચાળો, કુદરતી આફતો અને ઘણા દેશો વચ્ચેના તણાવની ઘટના લાવશે તેવા સંકેતો છે. આ વખતનું સૂર્યગ્રહણ એક સાથે અનેક પ્રકારના સંયોગો લાવી રહ્યું છે.21 જૂને સૂર્યગ્રહણના દિવસે, સૂર્ય કર્ક રેખાથી એકદમ ઉપર આવશે. 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. આ સંયોગ બીજી વખત બની રહ્યો છે જ્યારે વર્ષના સૌથી મોટા દિવસે સૂર્ય ગ્રહણ થઈ રહ્યુ છે.

આ પહેલા 2001 માં 19 વર્ષ પૂર્વે, 21 જૂને સૂર્યગ્રહણ થયું હતું. આ વખતે 21 જૂને સૂર્યગ્રહણના દિવસે રવિવાર હોવાથી ભારે ગણાશે અને શાસ્ત્રોમાં રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. સૂર્યગ્રહણના દિવસે, બધા 9 ગ્રહોમાંથી 6 ગ્રહો ઉલ્ટી દિશામાં રહેશે. 21 જૂને, ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એવી રીતે આવશે કે સૂર્યનો અડધો ભાગ છુપાયેલ રહેશે.

જેઠ વદ અમાસના રવિવારના મિથુન રાશીમા કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે, કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દ્રશ્યમાન થશે. સૂર્યગ્રહણનો વેધ આગળના દિવસે તા.20ના હોવાથી રાત્રિના 10.30 કલાકથી પાળવાનુ રહેશે.
જેઠ વદ અમાસના રવિવારના મિથુન રાશીમાં કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ થશે. ગ્રહણનો સ્પર્શ 9.16 કલાકનો રહેશે. ગ્રહણ 12.11 કલાકે મધ્યભાગમાં પહોચશે. સૂર્યગ્રહણનો મોક્ષ 03.04 કલાકે થશે. ગ્રહણના પૂણ્યકાળ દરમિયાન સ્નાન કરી લેવાનુ રહેશે. ગ્રહણના પૂણ્યકાળ પહેલા સ્નાન કરી લઈને મોક્ષ સુધીના સમય દરમિયાન ઈષ્ટદેવના મંત્ર જપ કરવા. ગ્રહણના પૂણ્યકાળ દરમિયાન ભોજન ન કરવુ. સ્નાન કરીને રસોઈ કર્યા બાદ ભોજન ગ્રહણ કરવાની સલાહ છે.
ગ્રહણનું ફળ કેવુ મળશે ?
શુભફળ- મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ માટે શુભ રહેશે
મધ્યમ ફળ- વૃષભ, તુલા, ધન અને કુંભ રાશિ માટે મધ્યમ રહેશે
નિમ્ન ફળ – મિથુન, કર્ક, વૃશ્ચિક, મીન રાશિ માટે નિમ્ન રહેશે

Previous articleમોદીની મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક, દેશભરમાં 18 જૂનથી લોકડાઉન લાદવાની વાતો અંગે શું કરાયો ખુલાસો ?
Next article50 વર્ષમાં પહેલી વખત લદ્દાખમાં ચીને ચલાવી ગોળી, એક અધિકારી, બે જવાન શહીદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here