Home Gujarat અર્થશાસ્ત્રીઓનો મત, પેટ્રોલ ડીઝલના ભાવોમાં કરેલો વધારો અન્યાયકારી

અર્થશાસ્ત્રીઓનો મત, પેટ્રોલ ડીઝલના ભાવોમાં કરેલો વધારો અન્યાયકારી

152
0

પેટ્રોલ ડીઝલ પરના ભાવ વધારાથી દેશમાં ફુગાવો વધશે. ભારત સરકારે દેશની જનતાને જવાબ આપવો જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2004માં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા તેને લીધે આંતરરાષ્ટ્રીય ખર્ચમાં થયેલા ઘટાડાને લઇ કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની થયેલ બચતને લઈ જવાબ આપવો જોઈએ તેવો મત જાણીતા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે.
કોરોનાની મહામારીને લઈ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ટેક્ષ પર વધારો કર્યો છે, સાથે સાથે રાજય સરકારે પણ લૉકડાઉન બાદ રાજય સરકારની આવક ઘટી તેને સરભર કરવા માટે 2 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ પર વધારો કર્યો છે, જેને લીધે રાજય સરકારને ભાવ વધારાને પરિણામે 1500 થી 1800 કરોડની આવક થવાનો અંદાજ છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારને લૉકડાઉન બાદ 2 લાખ કરોડની આવકમાં ઘટાડો થયો છે. જેને લઇ અર્થતંત્રના નિષ્ણાત ગણાતા હેમંત શાહે કહ્યું હતું કે વર્ષ 2014 માં પેટ્રોલ ડીઝલમાં આયાત ખર્ચમાં ઘટાડો થયો હતો ત્યારે તેમણે ભારત સરકારને સવાલ કર્યો હતો કે 20 લાખ કરોડની બચત થઈ હતી ત્યારે કેન્દ્ર સરકારે કઈ જગ્યાએ ખર્ચ કર્યો તેનો જવાબ જનતાને આપવો જોઈએ. પેટ્રોલ ડીઝલ પર થયેલ ભાવ વધારાથી ફુગાવો વધશે તેમાં કોઈ શંકા નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here