Home Gujarat આખરે નારાજ શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી ધરી દીધું રાજીનામું

આખરે નારાજ શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી ધરી દીધું રાજીનામું

42
0

રાજ્યસભાની ચૂંટણી બાદ તુરંત એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. શંકરસિંહે એનસીપીઁના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, એનસીપીમાં શંકરસિંહનું પદ ઘટતા અને એનસીપીના ધારાસભ્યએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપતા શંકરસિંહે રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
શંકરસિંહ વાઘેલાએ એનસીપીના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી તેમણે ટિ્‌વટ કરી આપી છે. શંકરસિંહે પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે શંકરસિંહે એનસીપી પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે ત્યારે ચર્ચા હવે એ થવા લાગી છે કે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને રાજકીય જીવનદાન મળ્યું છે. તેના પાછળનો એ તર્ક જાણવા મળી રહ્યો છે કે અગાઉ શંકરસિંહે એનસીપીમાં જોડાયા હતા ત્યારે મહેન્દ્રસિંહને ભાજપમાંથી રાજીનામું આપવું પડ્‌યું હતું. આવામાં હવે જ્યારે એનસીપીમાંથી બાપુએ રાજીનામું ધરી દીધું છે ત્યારે ભાજપમાં મહેન્દ્રસિંહની વાપસી થઈ શકે છે. જો મહેન્દ્રસિંહ સોલંકી ભાજપમાં પાછા આવે છે તો કહેવાય છે કે બાયડ પરની વિધાનસભાની બેઠક પર તેમને ચૂંટણી લડાવી શકાય છે.
મહત્વનું છે કે અગાઉ ૪ જૂને શંકરસિંહ વાઘેલાએ એનસીપીના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવા મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે હું સત્તા વિહોણી પાર્ટીમાં જોડાયો હતો. જો મારે સત્તા માટે જોડાવું હોત તો કોંગ્રેસમાં જ રહ્યો હોત. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાને લઇને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. આ બાદ જ બાપુ પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી.
શંકરસિંહને પ્રમુખ પદેથી હટાવ્યા હતાં પરંતુ જનરલ સેક્રેટરીના પદે યથાવત રાખ્યાં હતાં. જો કે બાપુ તેનાથી નારાજ થયાં હતાં અને તેમણે ટ્‌વીટર પરથી પણ દ્ગઝ્રઁ જનરલ સેક્રેટરીની ઓળખ દૂર કરી દીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ૧૯મીએ દ્ગઝ્રઁ સાથે મારા સંબંધોનું ભાવિ નક્કી કરશે જેના પરિણામે આજે રાજીનામું આપી દેતાં આ પરિણામ બહાર આવ્યું હતું. મહત્વનું છે કે, ૧૯મીએ રાજ્યસભાની ચૂંટણીમાં દ્ગઝ્રઁના કાંધલ જાડેજાએ ભાજપને મત આપતા શંકરસિંહના રાજીનામાંની શક્યતાઓ વધી હતી. એનસીપી પ્રમુખ જયંત બોસ્કીએ કાંધલ જાડેજાને નોટીસ આપી છે. રાજ્યસભાની ચુંટણીમાં ક્રોસ વોટ કરવા બદલ નોટીસ ફટકારી છે. સાત દિવસમાં કાંધલ જાડેજાએ નોટીસનો જવાબ આપવાનો રહેશે. જવાબ યોગ્ય નહીં રહે તો તેની સામે પાર્ટી કાર્યવાહી કરશે.


Previous articleમુંબઇની પાસે ફક્ત ૪૨ દિવસનું પાણી બચ્યું, ચિંતાની વાત નથી : બીએમસી
Next articleસીમા પાર જઈને ભારતીય સૈનિકોએ લીધો બદલો, શીખ જવાનોએ ઉઠાવી લાવ્યા ચીની ઑફિસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here