રવિવાર વર્ષનો સૌથી લાંબો દિવસ હશે
આગામી રવિવાર તા. ૨૧મીના રોજ શહેરીજનો લાંબામા લાંબા દિવસનો અનુભવ કરશે. આવતીકાલે શનિવારથી દિવસ ક્રમશઃ ટૂકો થતો જવાની સાથે રાત ક્રમશઃ લાંબી થતી જશે. આ દિવસથી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળશે. અને રાત્રિ પ્રમાણમાં ટૂંકી હશે.
ત્યાર બાદ સેકન્ડના તફાવતે દિવસ ટૂંંકો થતો જશે. અને રાત્રિ લાંબી થતી જશે. સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહે છે. લોકો ૨૧મી માર્ચે દિવસ અને રાત બંન્ને સરખાં હોવાનો અનુભવ કર્યો હતો.
સૂર્ય ઉત્તર દિશામાં ખસતો જતાં ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે. જેના પરિણામ દિવસ લાંબો થતો જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. આ ખગોળિય ઘટનાને કારણે તા. ૨૧મીએ લાંબામા લાંબા દિવસનો અનુભવ શહેરીજનોને થશે.
ત્યાર બાદ તા. ૨૨મી જૂનથી ક્રમશઃ દિવસ સેકન્ડના તફાવત પ્રમાણે ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ૨૧મી જૂન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે. તેથી તેને દક્ષિણાયન કહેવામા આવે છે. દિવવસ અને રાતની લંબાઈ ચંદ્રની દિશા અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ ઉપરાંત સૂર્યની પરિભ્રમણ ગતિ વગેરે પર આધારીત હોય છે.