Home Gujarat આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

69
0

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નીકળેલી પુનરાવર્તિત દાંડીયાત્રા દેશમાં જનચેતના જગાવનારી જનયાત્રા બની રહેશે.-: મંત્રીશ્રી આર.સી.ફળદુ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દાંડીયાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચતા રાત્રિ રોકાણના સ્થળે અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુએ હાજરી આપી હતી.
આ વેળાએ યોજાયેલ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંત્રીશ્રી આર.સી.ફળદુએ દાંડીયાત્રામાં જોડાયેલા તમામ પદાયાત્રિકોને નતમસ્તક વંદન કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે દેશની આઝાદીના ૭પ વર્ષ – આઝાદી કા અમૃત મહોત્સવનો રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ એવા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યો હતો.
દાંડીયાત્રાનું આંદોલન ભારતની આઝાદીમાં અનેરૂ મહત્વ હોવાનું જણાવી મંત્રીશ્રીએ દાંડીયાત્રાનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહયું કે આઝાદીના ૭પ વર્ષની આ અમૃત મહોત્સવ ઉજવણી ત્રણ ભાગમાં ઉજવીને ૭પ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો ધ્વારા એવા વીર શહિદો, હુતાત્માઓ અને ૧૮૫૭ના સંગ્રામના ક્રાંતિવીરો જેમણે પોતાનું જીવન ખપાવી આઝાદી અપાવી તેનું ચિર સ્મરણ જન જનમાં અને મન મનમાં ઉજાગર કરવામાં આ દાંડીયાત્રા ઉદીપક બનશે.
મંત્રીશ્રીએ દેશ માટે મરી ફીટનારા શહીદવીરો પૂ. બાપુ, સરદાર પટેલ,સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ જેવા નામી- અનામી વીરોએ ભારતમાતાની મુકિત કાજે જીવન ખપાવી દીધું હતું તેનું વંદન સ્મરણ કર્યું હતું.
મંત્રીશ્રીએ ઐતિહાસિક દાંડીયાત્રાનું સ્મરણ કરતાં જણાવ્યું કે દાંડીના દરિયાકિનારે ૧ ચપટી નમક- મીઠું ઉપાડીને પૂ. બાપૂએ બ્રિટીશરોની ચુંગાલમાંથી દેશને મુકત કરવાનો પવન ફૂંકેલો. દાંડીકૂચથી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજ રાજને હચમચાવી મૂકયું હતું
આઝાદીના અમૃત મહોત્સવનો હાર્દ સમજાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે આજે આઝાદીના ૭પ વર્ષ બાદ સમગ્ર રાષ્ટ્ર લીવ ફોર ધ નેશન ના મંત્ર સાથે વિશ્વ ગુરુ બનવા અગ્રેસર થઇ રહયું છે ત્યારે પુનરાવર્તિત દાંડીયાત્રા દેશમાં જનચેતના જગાવનારી જનયાત્રા બની રહેશે. મંત્રીશ્રીએ ભારતના ભવ્ય ઇતિહાસની ગાથા પણ સૌને સમજાવી હતી.
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેવેશ દવે અને ગૃપ ધ્વારા ગાંધીજીના પ્રિય ભજન એવા વૈષ્ણવ જન રે…. તથા ગાંધી ભજનાવલી અને દેશ ભકિતના ગીતો રજુ કર્યા હતા. અને યુવા આર્ટસ ગૃપ ધ્વારા સર્વ ધર્મ સમભાવ નાટક રજુ થયું હતું. કાર્યક્રમના પ્રારંભ પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરાએ સૌને આવકાર્યા હતા.
આ અવસરે પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમાર, જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, ડીવાયએસપીશ્રી ચિરાગભાઇ, નગરપાલિકાના પ્રમુખશ્રી વિનયભાઇ વસાવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, યોગેશભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યો, તાલુકાના આગેવાન પદાધિકારીઓ, નગરજનો, અને દાંડીયાત્રિકો ઉપસ્થિત રહયા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here