Kheda (Anand)

આણંદ-ખંભાત રેલ્વે લાઈન ફાટક નં-2 30 જૂન થી 5 દિવસ બંધ

આણંદ-ખંભાત રેલ્વે લાઈન પર આવેલ ફાટક નં-2 જેનો વાહન વ્યવહાર ગણેશ ચોકડીથી રેલ્વે સ્ટેશન તરફ જાય છે. તેનું સમારકામ કરવાનું હોવાથી અગામી 30મી જૂનથી 5મી જુલાઈ સુધી અવર-જવર માટે સંપુર્ણ બંધ રાખ્યો છે. વડોદરા તરફથી આવતા વાહનો નેશનલ હાઈવેથી સામરખા ચોકડી થઈને આણંદ જઈ શકશે.તથા તારાપુર-બોરસદ તરફથી આવતા વાહનો રેલ્વે ફાટક નં-૩ બોરસદ ચોકડી થઈને આણંદમાં જઈ શકશે. તેમ (પ.રેલવે) પેટલાદનાં સિનિયર સેક્શન એન્જીનીયર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.