GUJARAT

આમલેથા ગામમાં મહિલા પાસે લીધેલા ઉછીના રૂ.1.50 લાખ પરત ન આપી ધમકી આપનાર 2 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં રહેતા મહિલા પાસે ઉછીના રૂપિયા લીધા બાદ પરત ન આપી મારી નાંખવાની ધમકી આપનાર બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચંન્દ્રીકાબેન મંગુલાલ વસાવા, રહે.આમલેથા ની ફરિયાદ અનુસાર તેમની પાસે ગોકુળ ભાઇ રબારી રહે.પ્રતાપનગર તા.નાંદોદ જી.નર્મદા અને મૈયુદીનભાઈ પઠાણ રહે.પાણેથા, જિ.ભરૂચ નાઓએ
સને -૨૦૧૯ ના જુન મહિનામાં તેમના ઘરે આમલેથા ગામે આવી વિશ્વાસમાં લઈ તેમની પાસેથી રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦ / – પાછા આપવાની શરતે ઉછીના લીધેલ તે રૂપિયા પરત નહીં આપી તેમની સાથે વિશ્વાસઘાત, ઠગાઈ કરી રૂપિયા બાબતે ઉઘરાણી કરતા મૈયુદિન એ આ બેનને જાતી વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરતા આમલેથા પોલીસે એટ્રોસીટી એકટ તેમજ છેતરપીંડી નો ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.