GUJARAT

ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી ચેમ્પયન ટ્રેનીગનું આયોજન

હાંસોટ તાલુકાના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી નિર્મૂલન તરફ આગળ વધતા જનઆંદોલન અંતર્ગત ટીબી ચેમ્પયનની એક ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, તલાટીશ્રી, સરપંચશ્રી તથા ગામ આગેવાનો હાજર રહયા હતા.
ટીબીની દવા પૂર્ણ કરેલ દર્દી ધ્વારા સારવાર વિષયક અને ડીસ્ટ્રીકટ પી.પી.એમ કો. ઓર્ડીનેટર સ્નેહલ વરાછીયા ધ્વારા ખાસ ટીબી વિષયક સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ડો.મયુર પટેલ ધ્વારા નિર્મૂલન તરફ આગળ વધવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તેમજ શુક્રવારે નેશનલ ટીમ ધ્વારા કરવામાં આવનાર સર્વે વિષયક માહિતી આપવામાં આવી. જેમાં સંપૂર્ણ આયોજન ટીબી કાર્યક્રમના STS અને STLS ધ્વારા કરવામાં આવ્યું હતું.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.