Astrology

કંકણાકૃતી સૂર્યગ્રહણને લઈ સોમનાથ જતા શ્રદ્ધાળુઓના દર્શનના સમયમાં ફેરફાર

સૂર્યગ્રહણને કારણે ગુજરાતના મંદિરોના સમયમાં ફેરફાર કરાતો હોય છે, જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોના દર્શન અને આરતીના સમય બદલાતા હોય છે. ત્યારે સોમનાથ મંદિરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 20, 21 જૂને કંકણાકૃતી સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ હેઠળનાં તમામ મંદિરોનાં નિત્યપૂજન, આરતી તથા દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો છે.

ગ્રહણ દરમિયાન પૂજા, આરતી-દર્શન બંધ રહેશે. સૂર્યગ્રહણનો પ્રાર઼ંભ 20 જૂનના રાત્રે 10.12 વાગ્યે થશે અને મોક્ષ બીજે દિવસે 21 જૂનના 1.23 વાગ્યે થવાનો છે. આ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકનાં મંદિરોમાં પૂજા તેમ જ દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દરમિયાન મંદિરોમાં દર્શન બંધ રહેશે. સોમનાથમાં 21 જૂનના રોજ દર્શનનો સમય સવારે 6થી બપોરે 1 તેમ જ બપોર બાદ 2.30થી 6.30 સુધીનો રહેશે તેમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે લોકડાઉનના 80 દિવસ‌ બાદ આજથી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલી ગયું છે. સોમનાથ મંદિર ખુલતા જ શરૂઆતમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા વિશ્વ કોરોના મુક્ત થાય તેમજ કોરોના ગ્રસ્ત દર્દીઓ વહેલી તકે સ્વસ્થ થાય, તે માટે મહાપૂજા કરવામાં આવી હતી.

ભક્તો સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહ્યા છે, વરૂણદેવે મંદિર ખુલતા પોતાના મંદિર પર વરસાદ રૂપે અભિષેક કરેલો હતો, જેથી મંદિર પરિસર ખુબ રમણીય ભાસી રહેલ હતું. તેમજ ભક્તો પણ શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.

મંદિરમાં દર્શન કરવા જતી વખતે દર્શનાર્થીઓ ગંગાજળ, બીલીપત્રો કે ફૂલો મંદિરમા નહી લઇ જઈ શકે. એક કલાકમા 300 લોકો સોમનાથ મંદિરમા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.