Home Kheda (Anand) કદરામાગામના ભુપેન્દ્ર પટેલે પી.એચ.ડી.ની પડવી પ્રાપ્ત કરી

કદરામાગામના ભુપેન્દ્ર પટેલે પી.એચ.ડી.ની પડવી પ્રાપ્ત કરી

25
0

ઓલપાડ : ઓલપાડ. તાલુકાના કદરામા ગામના વતની અને કિમની શ્રી પી. કે. દેસાઈ વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા બજાવતા ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સૂરતની વિનયન વિદ્યાશાખાના ઈતિહાસ વિષયમાં “પુરાણી બંધુઓની વડોદરા અને ભરૂચ જિલ્લાની વ્યાયામ પ્રવૃત્તિઓ અને તેમના સાથી વ્યાયામવીરોનું સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રદાન (ઈ.સ. ૧૯૦૫ થી ૧૯૫૦) એક ઐતિહાસિક અધ્યયન’ વિષય પર મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતે માન્ય રાખી તેમને પીએચ.ડી. ની ડિગ્રી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય તેમણે આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ વ્યારા , જિ. તાપીના આચાર્ય તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતના ઈતિહાસ વિષયના હેડ ડો. હિતેન્દ્રસિંહ વાય. ખરવાસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પુરું ક્યું હતું. તેમ Ph.D. ની પદવી પ્રાપ્ત કરી ગામ, શાળા, સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમને Ph.D. ની પદવી પ્રાપ્ત કરવા બદલ સૌ અભિનંદન પાઠવે છે.


Previous articleગુજરાતના ખ્યાતનામ કલાકારો દાંડીયાત્રા દરમ્યાન ખેડા જિલ્લામાં રંગારંગ-સાંસ્ક્રુતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજુ કરશે
Next articleસોંદલાખારા ગામે રૂપિયા 24.96 લાખના ખર્ચે તૈયાર થનાર વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here