Sports

કોરોનામાં સપડાયેલા આફ્રિદી માટે ગૌતમ ગંભીરે શું કરી પ્રાર્થના,

 

કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ આની ઝપેટમાં આવી ગયો છે. તેને શનિવારે એક ટ્વીટ કરીને આની જાણ કરી હતી. આફ્રિદી સંક્રમિત થયાના સમાચાર બાદ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે બધાનુ દિલ જીતી લે એવુ નિવેદન આપ્યુ હતુ.
સાથે વાતચીત કરતા પૂર્વ ક્રિકેટર ગંભીરે કહ્યું, હું નથી ઇચ્છતો કે કોઇપણ આ વાયરસની ઝપેટમાં આવે, શાહિદ આફ્રિદીની સાથે મારા રાજકીય મતભેદ છે, પણ હું ઇચ્છુ છુ કે તે બહુ જલ્દી સાજો થઇ જાય.

શાહિદ આફ્રીદીએ ટ્વીટ કરીને લખ્યું હતુ કે, હું ઘણાં દિવસોથી સારું અનુભવી રહ્યો ન હતો, આ કારણે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. દુર્ભાગ્યથી મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સારા સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરો.

Leave a Reply

Your email address will not be published.