Kheda (Anand)

કોરોના સામેના જંગમાં જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા સધન રસીકરણ અને હોસ્‍પિટલોમાં બેડની સંખ્‍યામાં વધારો કરાયો

નડીયાદ–જિલ્લામાં હાલ ૨ સરકારી હોસ્પિટલ, ૩ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ  અને ૨૩ એમ્પેનલ્ડ હોસ્પિટલ મારફતે
કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આગામી દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવાની શક્યતા જણાય છે. આ સંદર્ભમાં વિવિધ કેટેગરીમાં બેડ ઓક્યુપન્સિની  સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહેલ છે. જિલ્લામાં મોટી સંખ્યામાં હોસ્પિટલો દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર થતી હોય આ હોસ્પિટલના રોજ-બરોજના પ્રશ્નોને પ્રોટોકોલ માટે શ્રી આઈ.કે.પટેલ  કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ખેડા-નડિયાદ જિલ્લાની એમ્પેનલ્ડ ખાનગી હોસ્પિટલના સુપરવીઝન મોનીટરીંગ માટે શ્રી આર. ટી. ઝાલા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડિયાદની મુખ્ય નોડલ અધિકારી તરીકે અને શ્રી રણજીતસિંહ ડાભી નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, નડિયાદની સહ નોડલ અધિકારી તરીકે નિમણૂક કરેલ છે.

ડિયાદ ખાતે ફાળવેલ હોસ્પિટલમાં સંજય હોસ્પિટલમાં ૪૪ બેડ, સાંઈ શ્રદ્ધા હોસ્પિટલમાં ૧૫ બેડ, પારેખ
હોસ્પિટલમાં ૩૦ બેડ, કેયા હોસ્પિટલમાં ૩૦ બેડ,  વિક્રમ હોસ્પિટલમાં ૧૦ બેડ, બી. એલ. ભટ્ટ હોસ્પિટલમાં ૨૫ બેડ,  શ્લોક
હોસ્પિટલમાં ૭૦ બેડ,  રુદ્ર હોસ્પિટલમાં ૩૦ બેડ,  રાધાસ્વામી હોસ્પિટલમાં ૪૦ બેડ,  મેથોડિસ્ટ હોસ્પિટલમાં ૩૦ બેડ, 
એસ. આર. શાહ હોસ્પિટલમાં ૦૪ બેડ,  અમિ હોસ્પિટલમાં ૧૦ બેડ, શ્રદ્ધા હોસ્પિટલમાં ૧૫ બેડ,  સુરુચિ હોસ્પિટલમાં ૨૫
બેડ,  ઓમકાર હોસ્પિટલમાં ૦૯ બેડ,  કૃતાર્થ હોસ્પિટલમાં ૧૪ બેડ,  મહાગુજરાત હોસ્પિટલમાં ૪૦ બેડ,  ચરોતર
હોસ્પિટલમાં ૧૭ બેડ,  આરકેશ હોસ્પિટલમાં ૧૦ બેડ,  શ્રીનાથ હોસ્પિટલમાં ૦૭ બેડ,  મહુધા ખાતે આવેલ વેદ મલ્ટી
સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ૧૦ બેડ,  કઠલાલ ખાતે કેરવેલ હોસ્પિટલમાં ૧૬ બેડ,  મહેમદાવાદ તાલુકાના ખાત્રજ પાસે વેદ
મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ૧૦ બેડ  અને ખેડા ખાતે  વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ૧૦ બેડ ફાળવવામાં આવ્યા
છે.

Leave a Reply

Your email address will not be published.