Corona-live

ખુશખબર: દુનિયાને ઑગષ્ટનાં અંત સુધીમાં જ મળી જશે કોરોના વેક્સિન! ભારતની કંપની કરશે તૈયાર. 

ખુશખબર: દુનિયાને ઑગષ્ટનાં અંત સુધીમાં જ મળી જશે કોરોના વેક્સિન! ભારતની કંપની કરશે તૈયાર.

દુનિયાનાં કોઈપણ દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનનું ઉત્પાદન ભારતમાં જ થશે. તમને જાણીને આંચકો લાગશે, પરંતુ ભારત સિવાય વેક્સિન પ્રોડક્શનની રેસમાં કોઈ મોટો દેશ નથી. આવું એટલા માટે કારણ કે વેક્સિનનાં માસ પ્રોડક્શનનો અનુભવ ફક્ત ભારતની પાસે જ છે. એટલે કે દુનિયામાં વેક્સિન કોઈપણ શોધી લે, બનાવીશુ તો આપણે જ. આ જ ક્રમમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઑક્સફર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનનાં ઉત્પાદનની પ્લાનિંગ શરૂ કરી દીધી છે.

ChAdOx1 nCoV-19 સૌથી પહેલા માર્કેટમાં આવે તેવી શક્યતા

જાણકારી અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ વેક્સિનના 2થી 3 મિલિયન ડોઝ ઑગષ્ટ મહિનાનાં અંતિમ સુધી બનાવીને તૈયાર કરવાની દિશામાં કામ કરી રહી છે. ઑક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કોરોના વેક્સિનનું નામ ChAdOx1 nCoV-19 છે. આ અત્યાર સુધી પોતાના પરીક્ષણોમાં અપેક્ષાઓ પર સંપૂર્ણ ખરી ઉતરી છે. સાથે જ હ્યૂમન ટ્રાયલ દરમિયાન આની કોઈપણ પ્રકારની આડ અસર શરીર પર જોવા નથી મળી. અત્યાર સુધી દુનિયાની જેટલી પણ કોરોના વેક્સિન ત્રીજા તબક્કામાં પહોંચી છે તેમાંથી આ વેક્સિન સૌથી પહેલા માર્કેટમાં આવશે તેવો અંદાજ છે.

28 દિવસની અંદર એન્ટીબૉડીઝ બનાવી દે છે

આ વેક્સિનનાં રિસર્ચ સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું કહેવું છે કે વેક્સિન લાગ્યા બાદ આ વેક્સિન 14 દિવસની અંદર શરીરમાં ઇમ્યૂન સેલ્સ એટલે કે ટી-સેલ્સનું નિર્માણ કરી દે છે અને 28 દિવસની અંદર એન્ટીબૉડીઝ બનાવી દે છે. ઑક્સફર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેક્સિનને યૂકેની ફાર્મા કંપની AstraZeneca સહયોગ કરી રહી છે.

ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટની સાથે આ કંપનીનું એગ્રીમેન્ટ થયું છે. જે અંતર્ગત સીરમ ઇન્સ્ટીટ્યૂટને ઑગષ્ટનાં અંત સુધીમાં આ કંપનીને 1 કરોડ વેક્સિન તૈયાર કરીને આપવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published.