GUJARAT

ગામકુવા ગામમાં ઝગડાની અદાવત રાખી મારક હથિયારો સાથે હુમલામાં 3 ને ઇજા: 8 વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના ગામકુવા અને સુગર પાસે નજીવી બાબતે મારક હથિયારો વડે હુમલામાં 3 ને ઇજાઓ થતા 8 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગામકુવા ગામના આશીષભાઈ મનોજભાઈ વસાવાની ફરિયાદ મુજબ તેઓ ધારીખેડા સુગર સામે આવેલ દુકાન ઉપર સોડા પીતો હતો તે સમયે આરોપીઓ તેમને તું કેમ ગાળો બોલતો હતો તેમ કહી ઢીકાપાટુનો માર મારી ઝગડાની અદાવત રાખી આ આરોપીઓ એ એક સંપ થઈ ગામકુવા બસ સ્ટેશન પાસે તેમને રોકી માર મારી ફરીયાદીની બુલેટ મો.સા.ને તોડી નુકશાન કરી તેમના મોટાના દિકરા રાકેશભાઈ રતિલાલ ભાઈ વસાવા ને હથિયારો લઈ ગામકુવા ખાતે ભેગા થઈ રાકેશભાઈ રતિલાલભાઈ વસાવા ની પલ્સર મો.સા.રોકી ધારીયાથી રાકેશભાઈ ને માથામાં ઈજા કરી તથા લોખંડની પાઈપ મારી ઈજા કરી ગુનો કરતા આમલેથા પોલીસે આઠ આરોપીઓમાં રાજનભાઈ સોમાભાઈ વસાવા, વિપુલ ઉફ સસ્તુ છત્રસિંગભાઈ વસાવા,લતેશભાઈ રૂપેશભાઈ વસાવા,અનીલભાઈ સોમાભાઈ વસાવા, હિતેશભાઈ સુકાભાઈ વસાવા,દેવરાજભાઈ જેકણભાઈ વસાવા, છત્રસિંગભાઈ જેહરભાઈ વસાવા તથા હમેશ ભાઈ છત્રસિંગભાઈ વસાવા તમામ રહે.ગામકુવા , તા.નાંદોદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.