Kheda (Anand)

ગુજરાતના ખ્યાતનામ કલાકારો દાંડીયાત્રા દરમ્યાન ખેડા જિલ્લામાં રંગારંગ-સાંસ્ક્રુતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજુ કરશે

આજે માતર ખાતે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાશે

નડિયાદ–આઝાદીના અમ્રુત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રાનુ જિલ્લામાં વહીવટીતંત્ર દ્રારા ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવી રહ્યુ છે. સાથે સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ દરમ્યાન દાંડીયાત્રીકોના રાત્રિ નિવાસ સ્થળે સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજાશે.

જેમાં તા. ૧૪મી માર્ચના રોજ સાંજે ૭.૦૦ થી ૮.૦૦ કલાક દરમ્યાન માતર તાલુકામાં એન.સી.પરીખ હાઈસ્કુલ ખાતે સંગીત વ્રુંદ દ્રારા આશ્રમ ભજનાવલી પર સંગીત શ્રી અવિનાશ બારોટ,શ્રી કીરણ ઉસ્તાદ,શ્રી સંજય બારોટ, શ્રી જીતુ ઉસ્તાદ શ્રી પરેશ રાવળ અને તેમની ગાયક ટીમ દ્રારા ભજનો-ગીતો રજુ કરાશે તથા સ્વચ્છ ભારત અને ક્લાઇમેન્ટ ચેન્જ શ્રી ન્રુત્ય વ્રુંદ દ્રારા રજુ થનાર સાંસ્ક્રુતિક કાર્યક્રમો માણી શકાશે. આ કાર્યક્રમમાં નગરના અગ્રણીઓ, આગેવાનો, દાંડીયાત્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published.