Home Gujarat ગુજરાત રાજ્યમાં વધુ 511 કોરોના પોઝિટિવ કેસ: 29 દર્દીઓનાં મૃત્યુ

ગુજરાત રાજ્યમાં વધુ 511 કોરોના પોઝિટિવ કેસ: 29 દર્દીઓનાં મૃત્યુ

31
0


ગુજરાત રાજ્યમાં રવિવારે 511 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેથી ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 23,590 થઈ છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 334 કેસ નોંધાયા હતા. રાજ્યમાં રવિવારે 29 દર્દીઓનાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 1,478 પર પહોંચ્યો
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મૃત્યુ પામનારા 29 દર્દીમાં અમદાવાદના 22 દર્દી હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 29 કેસ અને 3 મૃત્યુ, સુરતમાં નવા 76 કેસ અને 4 મૃત્યુ થયા છે. અરવલ્લી, મહેસાણા, પંચમહાલમાં 1-1 મૃત્યુ થયાં છે.
વડોદરાના નવા 42 કેસ, સુરેન્દ્રનગરમાં 9, ગાંધીનગરમાં 8, અરવલ્લી, ભરૂચમાં 6-6, ભાવનગર, મહીસાગર, આણંદ, અમરેલીમાં 3-3, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ખેડામાં 2-2, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, બોટાદ, નર્મદામાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ કેસ 23,590 થયા છે, અને અત્યાર સુધી કુલ મૃત્યુ 1,478 થયાં
છે. રાજ્યમાં 16,333 દર્દી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 5,779 છે જ્યારે 66 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.88 લાખથી વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દરમિયાન કોરોનાનો સામનો કરવા માટે નવી દિલ્હીમાં યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં 20,000 જેટલા બેડ વધારવામાં આવશે. તેના માટે 40 હોટેલો અને 80 બેન્કવિટ હોલને કોવિડ-19ની સારવાર સુવિધામાં રૂપાંતરિત કરવામાં આવશે. એક સપ્તાહની અંદર નવી દિલ્હીમાં પથારીની સંખ્યા વધારવાનું આયોજન છે.


Previous articleઆણંદ લોકસભા ના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા ઘર ઘર સંપર્ક કાર્યક્રમ નો પ્રારંભ કરાવ્યો
Next articleડાકોરમાં ગોમતી સમાધિથી don bosco સુધી વેરા નું કામકાજ હરીશભાઇ શાહ દ્વારા કરવામાં આવતુ હતુ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here