Home Gujarat ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ નિધન

ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ નિધન

1
0

ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાની સારવાર દરમિયાન આજે યુએમ મહેતા હૉસ્પીટલમાં નિધન થયુ છે. કોરોના થયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા છેલ્લા ત્રણેય દિવસથી વેન્ટિલેટર પર ખસેડાયા હતા. તેમના નિધનના સમાચાર અંગે યુએન મહેતા હૉસ્પીટલે પુષ્ટી કરી છે.
તેમના નિધનથી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. નોંધનીય છે કે હજુ થોડાક દિવસ પહેલા તેમના મોટા ભાઇ મહેશ કનોડિયાનુ નિધન થયુ હતુ, આમ એક જ અઠવાડિયમાં બન્ને ભાઇઓના મોતથી પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
માહિતી પ્રમાણે, ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ આજે સવારે 9.30 થી 10 વાગ્યાના સમયે નિધન થયુ હતુ, આ વાતની જાણ યુએન મહેતા હૉસ્પીટલે કરી હતી, છેલ્લા કેટલાય સમયથી કોરોના સામે ઝઝૂમી રહેલા અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
બે દિવસ પહેલા તેમના મોટા ભાઇ અને ગાયક મહેશ કનોડિયાનુ પણ નિધન થયુ હોવાથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

Previous articleજમ્મુ-કાશ્મીર ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી ના તિરંગા વાળા નિવેદનને લઈ ખળભળાટ મચી ગયો છે.
Next articleનાના વેપારીઓ કે નાના બિઝનેસ હાઉસ જેના પર કોઈ GST ભરવાનો બાકી નથી તે હવે SMS મોકલીને GST રિટર્ન ભરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here