India

ચીન સરહદે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ભારતે લીધો મહત્વનો નિર્ણય, બ્રહ્મોસ યુદ્ધ માટે તૈયાર

લદ્દાખ સરહદે ચીન સાથે ભારતને ભારે વિવાદ ચાલી રહ્યો છે. ચીન દ્વારા ભારતના 1 સેનાધિકારી અને 2 જવાનોને શહિદ કર્યા બાદ ભારતે જવાબમાં 5 ચીની સૈનિકોના ઢીમ ઢાળી દીધા હતાં. જેથી LACએ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ સ્થિતિ વચ્ચે ભારતે એક અતિમહત્વનો નિર્ણય લીધો છે.
ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવાની દિશામાં દુનિયાની સૌથી શક્તિશાળી મિસાઈલ બ્રહ્મોસને યુદ્ધ માટે લડાઇની મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી હવે એરફોર્સ જરૂર પડે તો બ્રહ્મોસ મિસાઇલો તૈનાત કરી શકે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ બ્રહ્મોસ અને યુદ્ધ વિમાન સુખોઈ-30નું ભયાનક કોમ્બીનેશન દુનિયા સામે આવ્યું હતું. જેથી ભારતીય વાયુસેના વધુ મજબૂત બની હતું. બ્રહ્મોસ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે લડાઈ માટે ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. ભારતીય વાયુ સેનાના અધિકારીઓ કોઈપણ મિશનમાં આ મિસાઇલનો ઉપયોગ કરી શકશે.
ફ્લીટ રીલિઝ ક્લિયરન્સ એ કોઈ પણ મિસાઇલ અથવા શસ્ત્રનું છેલ્લું પગલું છે, જે એક વખત મંજૂરી મળ્યા પછી યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. હવે ભારતીય વાયુ સેના જરૂર મુજબ કોઈ પણ મિશન પર બ્રહ્મોસ મિસાઇલો તૈનાત કરી શકે છે. સરળ ભાષામાં એમ પણ કહી શકાય કે આ મિસાઇલ હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ

બ્રહ્મોસ દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલ છે. આ મિસાઈલ 300 કિ.મી.ની રેન્જ સુધીની શ્રેણીમાં દુશ્મનને ભેદી શકે છે. આ મિસાઈલનું પરીક્ષણ આ વર્ષના શરૂઆતમાં જાન્યુઆરીમાં એરફોર્સના સુખોઇ-30 લડાકુ વિમાન સાથે કરવામાં આવ્યું હતું.

ભારત ચીન સાથે તણાવ છે અને બંને દેશની સેના સામસામે છે. ચીની સેના લદાખ ક્ષેત્રમાં તેના સૈનિકોની સંખ્યામાં વધારો કરી રહી છે તેમજ શસ્ત્રો અને પુરવઠો પણ તૈયાર કરી રહી છે. ત્યારે જ બ્રમ્હોસને આ મહત્વની મંજૂરી આપી દેવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published.