Home Sports ચેન્નાઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને એક શાનદાર તલવાર ભેટમાં આપી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને એક શાનદાર તલવાર ભેટમાં આપી છે.

27
0

19 સપ્ટેમ્બરથી યુએઈમાં આઈપીએલનો આગાજ થવાનો છે. તે પહેલાં જ ગુજ્જુ બોય રવીન્દ્ર જાડેજા આ આઈપીએલમાં ધમાકો કરવાની તૈયારી કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને એક શાનદાર તલવાર ભેટમાં આપી છે. જેના પર તેના આઈપીએલ રેકોર્ડની ઉપલબ્ધિ દર્શાવવામાં આવી છે. તો પહેલી મેચમાં જ રવીન્દ્ર જાડેજા એક અનોખો રેકોર્ડ બ્રેક કરવાની તૈયારીમાં છે.


રવીન્દ્ર જાડેજાને તમે અવારનવાર પીચ પર બેટ વડે તલવારબાજી કરતો જોયો હશે. તે હાફ સેન્ચુરી કે સેન્ચુરી ફટકારે ત્યારે આ રીતે પોતાની સ્ટાઈલમાં તલવારબાજી કરે છે. તેવામાં ચેન્નાઈ સુપર કિંગ્સે જાડેડાને સોનેરી રંગના મ્યાનમાં ચમકતી તલવાર ભેટમાં આપી છે. જાડેજા માટે ખાસ બનાવેલ આ મોમેન્ટો પર લખાયું છે કે, તે એકમાત્ર ભારતીય ખેલાડી છે, કે જેના નામે આઈપીએલમાં 100+ વિકેટ અને 1900+ રન છે. તે આ લીગમાં સૌથી વધારે વિકેટ (108) લેનાપ લેફ્ટઆર્મ સ્પિનર છે.


શનિવારે શરૂ થનાર આઈપીએલ મેચમાં જો જાડેજા 73 રન બનાવવામાં સફળ રહે છે તો આઈપીએલ ઈતિહાસમાં તે પહેલો ઓલ રાઉન્ડર બની જશે જેના નામ પર બે હજાર રન અને 100 વિકેટ હશે. આ પહેલાં આઈપીએલના ઈતિહાસમાં આ કમાલ કોઈપણ ઓલરાઉન્ડ કરી શક્યો નથી. જાડેજા આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, કોચ્ચિ ટસ્કર્સ અને ગુજરાત લાયન્સ તરફથી રમી ચૂક્યો છે. તેના નામે આઈપીએલમાં 1927 રન અને 108 વિકેટ છે.

Previous articleપૃથ્વી પર દર 2.7 મિલિયન વર્ષ પછી વૈશ્વિક સ્તરે ભયંકર વિનાશક ઘટનાઓ થાય છે.
Next articleમેક્સિકોની હોસ્પિટલમાં પૂરનું પાણી ઘૂસી જતાં 16 દર્દીઓનાં મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here