Home Kheda (Anand) જલ જીવન મિશન” અંતર્ગત “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ કુલ ૫૪...

જલ જીવન મિશન” અંતર્ગત “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ કુલ ૫૪ ગામોની સુચિત પાણી પુરવઠા યોજનાઓ મંજૂર કરાઇ 

76
0

નડિયાદ-તા.૨૨/૦૩/૨૦૨૧ના વિશ્વ જળ દિન નિમિતે ખેડા જિલ્‍લા જળ અને સ્‍વચ્‍છતા એકમની બેઠક અઘ્‍યક્ષશ્રી અને કલેકટરશ્રી આઇ.કે.૫ટેલના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાઇ હતી. જેમાં “જલ જીવન મિશન” અંતર્ગત “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ કુલ ૫૪ નવીન યોજનાઓમાં કુલ ૧૭૪૨૩ જેટલા નળ કનેકશન માટેની અંદાજીત રકમ રુા.૧૧૬૨.૩૮ લાખની સુચિત લોકભાગીદારીવાળી યોજનાઓ મંજૂર કરવામાં આવી. જેમાં પાણી સમિતિઓ ઘ્‍વારા કુલ રુા.૧૫.૩૫ લાખનો લોકફાળો એકત્રીકરણ કરવામાં આવ્‍યો તથા એસ.સી. કેટેગરીનાં ૭ ગામોનો ૫ણ સમાવેશ કરેલ છે. આ ઉ૫રાંત પ્રગતિ હેઠળની કુલ ૩૩ ગામોની યોજનાઓને રુા. ૧૭૪.૯૩ લાખનાં ફંડને બહાલી આ૫વામાં આવી.
વધુમાં, અઘ્‍યક્ષશ્રીએ પ્રગતિ હેઠળની ૧૭૫ યોજનાઓમાં ઝડપી કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો શરુ કરવા જણાવ્‍યું જેથી સમય મર્યાદામાં ગ્રામજનોને પીવાનાં પાણીનો લાભ મળી શકે.
બેઠકમાં વાસ્‍મોનાં યુનિટ મેનેજરશ્રી એમ.આઇ.મહેતા વાસ્‍મો / પાણી પુરવઠા બોર્ડના અઘિકારીશ્રીઓ સહિત જિલ્‍લા સમિતિના સભ્‍યો હાજર રહયા હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here