નડિયાદ-ગુરુવાર- કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે જિલ્લામાં આજરોજ ૫૭૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે પૈકી ૪૫ કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૮૯ લોકો પોઝિટીવ આવ્યા છે. કુલ ૭૯૪૮૦ લીધેલ સેમ્પલમાંથી અત્યાર સુધીમાં કુલ ૭૨૫૦૩ લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જેમાં ૯૫૨ રિઝલ્ટ પેન્ડિંગ છે. ત્યારે કુલ દાખલ દર્દીની સંખ્યા ૨૩૦ છે, જે પૈકી સ્ટેબલ દર્દીની સંખ્યા ૧૫૧ છે. જિલ્લામાં અત્યારસુધીમાં કોરોના સંક્રમિત કુલ ૪૧૪૦ લોકોને રજા આપવામાં આવી છે.