Home Gujarat ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત નાં સરપંચ તેમજ કોગ્રેસના માજી તાલુકા પંચાયતનાં પ્રમુખ...

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત નાં સરપંચ તેમજ કોગ્રેસના માજી તાલુકા પંચાયતનાં પ્રમુખ પીયુષભાઈ પટેલે 200 જેટલા કાયઁકરો સાથે કેસરીયા ખેસ ધારણ કયો..

77
0

ભારતીય જનતા પાર્ટી નાં સુત્ર સબકા સાથ સબકા વિકાસ સાથે આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે કોગ્રેસ નાં માજી ઝઘડીયા તાલુકા પ્રમુખ સાથે રાજપારડી ગામનાં આજુબાજુના 200 જેટલા કાયઁકરો સાથે કેસરીયો ખેસ પહેર્યો..
રાજપારડી ગ્રામપંચાયત ખાતે માજી સરપંચ પદમાંબેન વસાવા જે રાજપારડી બેઠક પરથી જિલ્લા પંચાયતની સીટ પરથી વિજય મેળવી જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેથી રાજપારડી ગ્રામપંચાયત નાં ડે.સરપંચ પિયુષ પટેલને પદમાંબેન વસાવાના સ્થાને સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા.
આજરોજ રાજપારડી ગ્રામ પંચાયત ખાતે ઝઘડીયા તાલુકા મંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, ભારતીય જનતા પાર્ટી નાં યુવા આગેવાન દિનેશભાઈ રવજીભાઈ વસાવા, ભુપતસિંહ કેસરોલા, તથા રોહિતભાઈ શાહ, વિક્રમસિંહ રાજ તથા રાકેશ સોલઃકી જિલ્લા પંચાયત કારોબારી પદમાંબેન વસાવાની હાજરીમાં ઝઘડીયા તાલુકાના માજી કોગ્રેસ પ્રમુખ ને હાલ રાજપારડી ગ્રામપંચાયતનાં નિમણૂંક સરપંચ બી.જે.પી આગેવાન દિનેશભાઈ રવજીભાઈ વસાવાનાં હસ્તે કેસરીયો ખેસ પહેરાવ્યો હતો.
તેમની સાથે રાજપારડી ગામનાં આજુબાજુના વિસ્તારનાં 200 જેટલા નવ યુવાન કાયઁકરતાઓ પણ કેસરીયો ખેસ ધારણ કયો હતો.
આ પ્રસંગે પી.સી.પટેલે જણાવ્યુ હતુ કે તાલુકા જિલ્લા રાજ્ય તેમજ કેન્દ્ર સ્તરે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે મને ભાજપામાં જોડાવાનું ઉચિત લાગતા હું ભાજપામાં જોડાયો છુ. હું રાજપારડીના સર્વાંગી વિકાસ માટે હંમેશ કટિબદ્ધ રહીશ એવી લાગણી તેમણે ઉચ્ચારી હતી.

રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here