Home Corona-live ડાંગ જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત

ડાંગ જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત

26
0

આજરોજ વધુ આઠ જેટલા કેસો પોઝીટીવ નોંધાતા કુલ આંકડો 313 પર પોહચ્યો છે.
જ્યારે આજરોજ કોરોનાનાં પગલે 03 વ્યક્તિઓનાં મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક 10 પર પોહચતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે.

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બની કાળો કહેર વર્તાવી રહી છે.ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાનાં કેસોમાં વિસ્ફોટક વધારો નોંધાઈ રહયો છે.હાલમાં ડાંગ જિલ્લામાં લોકો સ્વંયભુ લોકડાઉનનો નિર્ણય પાળી રહયા છે.તેમ છતા કોરોના બેકાબુ બની ગયો છે.ડાંગ જિલ્લામાં આજરોજ કુડકસનો 34 વર્ષીય યુવક,આહવાનો 46 વર્ષીય પુરૂષ, દરાપાડાનો 42 વર્ષીય પુરૂષ, સાપુતારાની 32 વર્ષીય યુવતી,સાપુતારાની 23 વર્ષીય યુવતી,કોશિમદાનો 46 વર્ષીય પુરૂષ, ચીંચલીની 68 વર્ષીય વૃધ્ધા, આહવાનો 65 વર્ષીય વૃધ્ધનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 313 પર પોહચ્યો છે.જ્યારે આજરોજ કોરોનાનાં પગલે 03 વ્યક્તિઓનાં મૃત્યુ થતા કુલ મૃત્યુ આંક 10 પર પોહચ્યો છે.જ્યારે 265 જેટલા દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. ડાંગ જિલ્લામાં હાલમાં 48 દર્દીઓ એક્ટિવ હોય સારવાર હેઠળ રખાયા છે.ડાંગ જિલ્લામાં ધીરેધીરે કોરોનાનો મૃત્યુ આંક વધતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે…(શેખર ખેરનાર ડાંગ)


Previous articleડાંગ જિલ્લાની વઘઇ પોલીસની ટીમે બાતમીનાં આધારે આઈસર ટેમ્પામાં ડુંગળીનાં જથ્થાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો કુલ 7,64,480 દારૂનો જથ્થો
Next articleનર્મદા જિલ્લાના ગામડાઓ માં કોરોના બાબતેની જન જાગૃતિ ની ખાસ જરૂરિયાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here