Home Gujarat ડાંગ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે 24,320 રૂપિયાનો દારૂ ઝડપી પાડી ત્રણ ઈસમો...

ડાંગ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે 24,320 રૂપિયાનો દારૂ ઝડપી પાડી ત્રણ ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

11
0

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તથા અધિક પોલીસ મહાનિર્દેશક સુરતનાંઓ દ્વારા 22 માર્ચથી 1 એપ્રિલ સુધી સ્પેશિયલ પ્રોહીબિશન-જુગાર અંતર્ગત ડ્રાઈવ જાહેર કરવામાં આવેલ છે.જે પ્રોહીબિશન જુગાર ડ્રાઈવ અનુસંધાને ડાંગ જિલ્લાનાં એસ.પી.રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાનાં એલ.સી.બી પી.એસ.આઈ.પી.એચ.મકવાણાની પોલીસ ટીમે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.અને જુગાર પ્રોહીબિશનને ડામવા સર્ચ પ્રવૃત્તિ હાથ ધરી હતી.જે દરમ્યાન એલ.સી.બી પોલીસની ટીમને બાતમી મળી હતી કે શામગહાન વઘઇ રોડ ઉપર પીળા કલરની બ્રેઝા ગાડીમાં વગર પરમીટનો દારૂ લઈ જવાય છે. જે બાતમીના અનુસંધાને ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે સાકરપાતળ નજીક પીળા કલરની બ્રેઝા ગાડીને સાઈડમાં રોકી ગાડીની તપાસ કરતાં તેમાં વગર પરમીટનો ભારતીય બનાવટનો દારૂ મળી આવ્યો હતો.જેમાં બિયરની ટીન બોટલો જેની કુલ કિંમત 24,320 તથા મોબાઈલ ફોન અને ગાડીની કિંમત 5 લાખ ગણીને કુલ 5,61,820 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 3 ઈસમોમાં ઉન્મેષ ઉત્તમભાઈ પટેલ.રે.અઠવા સુરત.હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ ચોકસી રે.ઉમરા સુરત.કમલેશભાઈ અમ્રતભાઈ પટેલ રે.અઠવા સુરતનાંઓ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

Previous articleપ્રવેશબંધી ફરમાવી દેતા વણી નાસિક શિરડી ગયેલા લોકોને અટવાવવાની નોબત ઉભી થતા પરિવાર સાથે ગયેલા પ્રવાસીઓની ભારે હાલાકી સર્જાવા પામી
Next articleડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધુડા ગામનાં યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધીમાં કુલ આંકડો 180 પર પોહચ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here