GUJARAT

ડેન્ટલ કોલેજના પ્રોફેસર અને તેમના ડોક્ટર પતિ કોરોના પોઝિટિવ ??

ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાનાં (Covid 19) સંક્રમણે ફરીથી માથું ઊચક્યું છે. તેવામાં અમદાવાદમાંથી (Ahmedabad) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડેન્ટલ કોલેજના પ્રોફેસર અને તેમના ડોક્ટર પતિ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ ડોક્ટર દંપતીએ કોરોના રસીના (Corona Vaccine) બંને ડોઝ લીધા હતા. તેમ છતાં બંને કોરોના પોઝિટિવ આવતાં ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતાં ડો. બેલાબહેન દવે ખોખરા ડેન્ટલ કોલેજમાં પ્રોફેસર છે. અને તેમના પતિ ડોક્ટર દિલીપ દવે પેથોલોજી લેબોરેટરી ચલાવે છે. આ બંને દંપતીએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. બંને ડોઝ લીધા બાદ બે દિવસ પહેલાં જ આ દંપત્તીએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે ટેસ્ટમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

ડોક્ટર દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પણ આ દપંતીમાં કોરોનાનાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. પણ રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે તેઓ હાલ હોમ ક્વોરન્ટાઈન થયા છે. અને બંનેની તબિયત એકદમ સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જૂનાગઢ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીને પણ રસીના બે ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published.