Home Gujarat ડેપ્યૂટી CM નીતિન પટેલની ઉત્તર-મધ્ય ગુજરાતના ખેડૂતો-પશુપાલકોને સૌથી મોટી જાહેરાત

ડેપ્યૂટી CM નીતિન પટેલની ઉત્તર-મધ્ય ગુજરાતના ખેડૂતો-પશુપાલકોને સૌથી મોટી જાહેરાત

46
0

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાઓમાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ચાલુ હોઈ, મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ આવકને પરિણામે ખેડૂતો અને પશુપાલકોને પાણી પુરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડાઈ રહ્યું છે એવું નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના દશ પૈકી આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓએ ઉમેર્યું કે, નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી હયાત એસ્કેપ સ્ટ્રક્ચરનું સંચાલન કરી હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, મેશ્વો, સાબરમતી, રૂપેણ,પુષ્યાવતી તથા બનાસ મળી કુલ 10 નદીઓમાં નર્મદાનાં પાણી છોડવાની વ્યવસ્થા કરાઈ છે અને તે માટે નર્મદા મુખ્ય નહેરમાં પાણીનું વહેણ 11000થી વધારીને 13000 ક્યૂસેક કરાયું છે.
હાલ આ નદીઓ પૈકીનું હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, સાબરમતી, રૂપેણ અને બનાસ મળી કુલ 8 નદીઓમાં 1806 ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે જ્યારે મેશ્વો અને પુષ્પાવતી નદીમાં ટૂંક સમયમાં પાણી છોડાશે. જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતોને અને પશુપાલકોને લાભ થશે સાથે સાથે ભૂગર્ભ જળ રિચાર્જ થશે.


Previous articleકોરોના 19 ના કોરોન્ટાઇન વિદેશી લોકો ને (એન.આર. આઇ.) નું યોગ સત્ર રોજ 2 કલાક વડતાલ મુકામે આર્ટ ઓફ લિવિંગ ના સિનિયર ફેકલટી અને આધ્યાત્મિક ગુરુ શ્રી પ્રદીપ દલવાડી જી સાથે*
Next articleવિદેશી હથિયારો વેચવાના મહાકૌભાંડનો પર્દાફાશ, ગુજરાત ATSએ મોટા શહેરોમાંથી શસ્ત્રો ઝડપ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here