ઢબુડી માતા’ ઉર્ફે ધનજી ઓડ ફરી ચર્ચામાં, CORONAમાં ઘર બહાર ભીડ ભેગી કરી, કરાઈ અટકાયત.
લોકોએ એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ છે, છતાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તેના બંગલા બહાર મોટી સંખ્યામાં લોકો તેના ઘરની બહાર ભેગા થયા.
પ્રણવ પટેલ, અમદાવાદ : લોકોને માતાના નામે છેતરનાર ઢોંગી ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ ફરી ચર્ચામાં આવ્યો છે. કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોએ એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ છે છતાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તેના બંગલા બહાર મોટી સંખ્યામાં લોકો તેના ઘરની બહાર ભેગા થયા જેને પગલે ઢબુડી માતાની અટકાયત કરવામાં આવી છે.
કોરોના મહામારીથી દેશ સહિત પુરી દુનિયા પરેશાન છે. કોરોના મહામારીની હજુ સુધી કોઈ નક્કર સારવાર શોધાઈ નથી, જેને પગલે લાખ્ખો લોકોના આ બીમારીથી મોત થયા છે. જ્યાં સુધી આ મહામારીની સારવાર માટે કોઈ દવા ન શોધાય ત્યાં સુધી તેનાથી બચવાનો માત્ર એક જ ઉપાય છે, તે છે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સ્વચ્છતા. ત્યારે આવા સમયમાં લોકોને માતાના નામે છેતરનાર ઢોંગી ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ ફરી ચર્ચામાં આવ્યો છે.
કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોએ એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ છે, છતાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તેના બંગલા બહાર મોટી સંખ્યામાં લોકો તેના ઘરની બહાર ભેગા થયા હતા.
કોરોનાની મહામારીમાં લોકોને એકબીજાથી દુર રહેવા સોશિયલ ડિસ્ટનસ જાળવવું જરૂરી છે પરંતુ ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે પોતે ઘરે માતાના નામે લોકોને ભેગા કર્યા હતા. આ ઘટનાથી ચાંદખેડા પોલીસ અજાણ હતી. જો આવી રીતે ભીડને નહીં રોકવામાં આવે તો કોરોના મોટી સંખ્યામાં ફેલાઈ શકે છે. મીડિયાના અહેવાલના પગલે ચાંદખેડા પોલીસનો સ્ટાફ દોડતો થયો હતો અને ધનજી ઓડના ત્યાં તપાસ શરૂ કરી હતી.
ચાંદખેડા પીઆઈ બી.કે. ગમારના જણાવ્યા અનુસાર, ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાની તેમના બંગલા પરથી અટકાયત કરવામાં અવી છે. તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે, કોરોનાના સમયે આવી ભૂલ કરનાર ઢોંગી ધનજી ઓડે લાજવાને બદલે ગાજવાનું ચાલુ રાખ્યું અને મીડિયા સામે બફાટ કર્યો હતો. તેણે કહ્યું કે, લોકો મારા ઘર નજીકથી પસાર થાય તો મારે કોઈને ના રોકાય. મારા ઘરે કોઈ આવ્યું નથી. તમારી પાસે શું પુરાવા છે. મારા પર લાગેલા આક્ષેપ પાયાવિહોણા છે. મને એ કહો ઢોંગીની વ્યાખ્યા શું છે. સ્થાનિકોએ અનેકવાર પરેશાન કર્યા છે, વીડિયો ખોટા વાયરલ કર્યા છે. મે કોઈને આમંત્રણ આપ્યું નથી…