ગરમીમાં તરબૂચ ખાવું દરેક લોકો પસંદ હોય છે. પરંતુ તરબૂચ ફીકુ કે કાચુ નીકળે જાય તો મજા બગડી જાય છે. એટલું જ નહીં, આજકાલ તરબૂચ પકવવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી તમને બીમારીઓ થવા લાગે છે. પરંતુ શુ તમને ખ્યાલ છે કે કેવી રીતે તરબૂચ સારુ છે કે ખરાબ. તો આવો જોઇએ કેવી રીતે ઓળખી શકાય તરબૂચ સારુ છે કે ખોટું.પરંતુ શુ તમને ખ્યાલ છે કે કેવી રીતે તરબૂચ સારુ છે કે ખરાબ. તો આવો જોઇએ કેવી રીતે ઓળખી શકાય તરબૂચ સારુ છે કે ખોટું.
– ધ્યાન રાખો કે તરબૂચને હંમેશા ઉચકીને જુઓ, જો તરબૂચ વજનમાં હળવું છે તો તેને ના ખરીદો. હળવું તરબૂચ હંમેસા ઇન્જેક્શનથી તૈયાર કરવામાં આવેલું હોય છે. સ્પષ્ટ વાત છે કે પાણીથી ભરેલા ફળનું વજન હળવુ નથી હોતું. જેથી ભારે તરબૂચ જ ખરીદવું જોઇએ.
– કુદરતી રીતે ઉગનારું તરબૂચ બહારથી તાજુ અને શાઇનિંગ હોય છે. જેથી ક્યારેય ડાઘ-ધબ્બા વાળું તરબૂચ ના ખરીદો. બની શકે છે કે તે મીઠું ન હોય પરંતુ કાચુ અને ફીકુ નીકળે.
– અસલી અને નકલી તરબૂચની ઓળખ માટે તરબૂચના એક ટૂકડાને પાણીના ગ્લાસમાં ઉમેરી લો. જો તરબૂચ યોગ્ય હશે તો પાણીનો રંગ બદલાશે નહીં અને નકલી હશે તો પાણીનો રંગ હળવો ગુલાબી થઇ જશે.
