દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી શુક્રવાર સવારે અપડેટ આવ્યા તેના મતે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોનાના 13586 નવા કેસ સામે આવ્યા છે અને 336 લોકોના મોત થયા છે. હવે કુલ દર્દીઓની સંખ્યા 3,80,532 થઇ ગયા છે.
મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર યથાવત છે અને છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 3752 નવા કેસ સામે આવ્યા છે. આ દરમ્યાન આખા મહારાષ્ટ્રમાં કોરોનાના 100 દર્દીઓના જીવ પણ ગયા છે. રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 120504 થઇ ગઇ છે. જેમાં 5751 લોકોના મોત થઇ ચૂકયા છે.
બિહારમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરૂવારના રોજ 7000નો આંકડો પાર કરીને 7040 થઇ ગયો. આ બધાની વચ્ચે વાયરસથી મરનારાઓની સંખ્યા પણ વધીને 44 થઇ ગઇ. રાહતની વાત છે કે અત્યાર સુધી 4961 સ્વસ્થ થઇ ચૂકયા છે.
