Home South-Gujarat નર્મદા ચોકડી ઉપરથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી...

નર્મદા ચોકડી ઉપરથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

21
0

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા I / C પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ . એસ . ભરાડા , વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે , પો.ઇન્સ . શ્રી કે.ડી.મંડોરા નાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ એન જે.ટાપરીયા એસ ઓ જી . ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે ભરૂચ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હે.કો. હરેશ રામકૃષ્ણ નાઓને તેઓના બાતમીદારથી મળેલ બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા નર્મદા ચોકડી ભરૂચ ખાતેથી નશાયુકત માદક પદાર્થ ગાંજો ૨ કીલો ૦૮૬ ગ્રામ કિંમત રૂપીયા ૨૦,૮૬૦ / – તથા મોબાઇલ ફોન એક કિ.રૂ. ૫૦૦૦ / – મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૨૫,૮૬૦ / ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી એન.ડી. પી.એસ.એકટ કલમ -૮ ( c ) , ૨૦b વિગેરે મુજબ ભરૂચ શહેર ‘ સી ‘ ડીવી . પો.સ્ટે . ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી મંડોરા એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે .
આરોપીનું નામ :-
સુરેશભાઇ શનિયાભાઇ નાયકા રહે . મીઠીબોર , વચલુફળીયુ , તા.જી. છોટાઉદેપુર
કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી:-
પો.સ.ઇ. એમ.આર.શકોરીયા
પો.સ.ઇ એન.જે.ટાપરીયા
હે.કો. હરેશ રામકૃષ્ણ
હે.કો. વરશનભાઇ શંકરભાઇ
પો.કો. મો.ગુફરાન મો.આરીફ
હે.કો. રવિન્દ્રભાઇ નુરજીભાઇ
પો.કો. શૈલેષભાઇ ઇશ્વરભાઇ
પો.કો. પ્રહલાદસિહ દાનુભા
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત


Previous articleઇન્સ્ટાગ્રામ પર થયેલી મિત્રતામાં થયેલો પ્રેમસંબંધ મોંઘો પડ્યો….
Next articleરચનાત્મક વિચારધારા ધરાવતાં ઓલપાડનાં ભાંડુત ગામનાં યુવાન ધર્મેશ પટેલે પોતાનો જન્મદિવસ પર્યાવરણને સમર્પિત કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here