GUJARAT

નાંદોદ તાલુકાના ધમણાચા ગામમાં દીપડો દેખા દેતા સ્થાનિકોમાં ભયનો જોવા મળ્યો:વન વિભાગે પાંજરું ગોઠવ્યું

ગુરુવારે સવારે દીપડા બકરાનું મારણ કરી કેનાલના ભૂંગળામાં ઘૂસી જતા જંગલખાતા દ્વારા દીપડાનું રેસ્કયુ કરવા કાર્યવાહી હાથ ધરી

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના ઘણા વિસ્તારોમાં દીપડાઓનો ભય વધી રહ્યો છે ખેડૂતો પોતાના ખેતરોમાં જવા પણ ડરી રહ્યા છે , ઘણાખરા દીપડાઓ જંગલખાતા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છેે પરંતુ હજી મોટી સંખ્યામાં દીપડાઓ નાંદોદ તાલુકા તથા આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.

ગુરુવારે નાંદોદ તાલુકાના ધમણાચા ગામે સવારના સમયે કેનાલ પાસે દીપડાએ એક બકરાનું મારણ કરી કેનાલ માં આવેલા ભુંગળામાં ઘૂસી ગયા બાદ આ બાબતની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો થથરી ઉઠ્યા હતા ત્યારબાદ તેમણે જંગલ ખાતા નો સંપર્ક કરી આ દીપડાને રેસ્કયુ કરવા માટેે પાંજરું મૂકવાની રજુઆત કરતા, સવારથી સાંજ સુધી આ દીપડો કેનાલ ના ભૂંગળામાં સંતાઈ રહ્યો હતો, લગભગ સાંજે પાંચ વાગ્યાના અરસામાં જંગલ ખાતા ના ૧૫ જેટલા કર્મીઓની ટીમ પાંજરૂ લઈ દીપડાને રેસ્કયુ કરવા સ્થળ પર પહોંચી હતી. જોકે આ દીપડો કેનાલના ભૂંગળામાં સંતાઈ ગયો હોય અને કોઈપણ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે જંગલખાતા રેસ્ક્યુ ટીમ દ્વારા ગ્રામજનોને તે સ્થળથી દૂર રાખવામાં આવ્યા હતા અને રેસ્ક્યુ ટીમ દ્વારા પાંજરૂ મુકી આ દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.પરંતુ હજુ સુધી દીપડો હાથ લાગ્યો નથી.

Leave a Reply

Your email address will not be published.