GUJARAT

નેત્રંગમાં સામસામે અડફેટે કાર ડિવાઇડર ઉપર ચઢી ગઈ,

એર બેગ ખુલતા વાહનચાલકનો આબાદ બચાવ,ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટ્યા,

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકના જીનબજારના એટીએમ ફળીયા પાસે એક ખાનગી કાર પુરઝડપે પસાર થઇ રહી હતી,જે દરમિયાન સામેછેડેથી એક મહેન્દ્રા પીકઅપ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા બંને વચ્ચે સામસામે ટક્કર લાગતા કાર ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી,જેમાં કારના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા,સદનસીબે ટક્કર લાગતા કારમાની એર બેગ ખુલી જતાં વાહનચાલકનો આબાદ બચાવ થયો હતો,ગમખ્વાર અકસ્માતની બનાવના પગલે ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા,હાથ-પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વાહનચાલકને સારવાર હેઠળ ખસેડાયો હતો.

* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Leave a Reply

Your email address will not be published.