(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં માસ્ક વગર ભેગા થયેલા પાંચ વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપનગર ગામે આવેલ વડના ઝાડ નીચે ઓટલા ઉપર જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઈ બેસી રહેલાં પ્રતિકભાઇ સુરેશભાઇ વસાવા,રહે.ભીલવાડા તા.નાંદોદ, દિલીપભાઇ પ્રથમભાઇ વસાવા,રહે.ભીલવાડા તા.નાંદોદ,રવિભાઇ રમેશભાઇ વસાવા,રહે.ભીલવાડા, દિલીપભાઇ રાજુભાઇ વસાવા રહે.ભીલવાડા તથા કુલજીભાઇ નથુભાઇ ચાવડા રહે. અકવાડા તા.નાંદોદ વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.