Surat

ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ મુજબનું જાહેરનામું

તા.૨૮-૦૪-૨૦૨૧ થી તા.૦૫/૦૫/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૦૮:૦૦ કલાક થી ૦૬:૦૦ કલાક સુધી ભરૂચ શહેર (નગર પાલિકા વિસ્તાર) તથા ભરૂચ તાલુકાના ઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ, શેરપુરા તથા ઉમરાજ ગામમાં રાત્રી કર્ફ્યુ

કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડૉ. એમ.ડી.મોડિયાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટીફીકેશન અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબ સુધારો/અમલવારી કરવા ફરમાવ્યું છે.
(૧) તા.૨૮-૦૪-૨૦૨૧ થી તા.૦૫/૦૫/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૦૮:૦૦ કલાક થી ૦૬:૦૦ કલાક સુધી ભરૂચ શહેર (નગર પાલિકા વિસ્તાર) તથા ભરૂચ તાલુકાના ઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ, શેરપુરા તથા ઉમરાજ ગામમાં રાત્રી કર્ફ્યુ રહેશે. રાત્રી કફર્યુના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.
(૧) બિમાર વ્યકિત,સગર્ભાઓ, અશકત વ્યકિતઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
(ર) મુસાફરોને રેલ્વે,એરપોર્ટ ST કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.(૩) રાત્રી કફર્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી.(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.(પ) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યકિતઓએ તેમનું ઓળખપત્ર, ડોકટરનું પ્રીસ્ક્રીપ્શન,સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યકિતઓ સાથે ફરજ પરના અધિકારી/ કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.(૭) તમામે ફેસ કવર,માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(ર)કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લેતા તા.૨૮/૦૪/૨૦૨૧ થી તા.૦૫/૦૫/૨૦૨૧ સુધીના સમગ્ર સમયગાળા દરમ્યાન નીચે મુજબના નિયંત્રણો રહેશે.
(A) આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યાપારીક પ્રવૃતિઓ જેવી કે દુકાનો,વાણિજયક સંસ્થાઓ,રેસ્ટોરન્ટસ ( Take away Service સિવાય )તમામ લારી-ગલ્લાઓ,શોપિંગ કોમ્પલેકસ,અઠવાડિક ગુજરી/બજાર/હાટ,શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો ( ઓનલાઇન શિક્ષણ સિવાય )સિનેમા થિયેટરો,ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ,વોટરપાર્ક,જાહેર બાગ-બગીચા,મનોરંજક સ્થળો,સલૂન,સ્પા,બ્યુટી પાર્લર,જીમ,સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે.
(B) તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. એપીએમસીમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહતમ પ૦ (પચાસ ) વ્યકિતઓની મંજૂરી રહેશે.લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
(C) અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ર૦ (વીસ ) વ્યકિતઓની મંજૂરી રહેશે.
(D) સરકારી,અર્ધ સરકારી,બોર્ડ, કોર્પોરેશન,બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ,બેંકોનું કલીયરીંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ, રીપેરર્સ,સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકરો,ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા પ૦ ટકા સુનિશ્ચિત કરવાની રહેશે.આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.
(E) તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક , સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
(F) પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.
(G) તમામ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/ પૂજારીશ્રીઓ ધ્વારા જ કરવાની રહેશે.
(H) પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ પ૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
(૩) આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃતિઓ જ ચાલુ રહેશે.
1) કોવિડ-૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
3)ઓકસિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
4)ડેરી,દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન,વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
5)શાકભાજી માર્કેટ તથા ફૂટ માર્કેટ ચાલુ રહેશે.
6)કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાઘ સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
7)અનાજ તથા મસાલા દળવાની ધંટી
8)ધરગથ્થું ટીફીન સર્વિસીસ અને હોટેલ/ રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ
9)ઇન્ટરનેટ/ટેલીફોન/ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/આઇ.ટી અને આઇ.ટી સંબંધિત સેવાઓ.
10)પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
11)પ્રેટ્રોલ,ડીઝલ,એલ.પી.જી/સી.એન.જી/પી.એન.જીને સંબંધિત પંચ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ,પોર્ટ ઓફ લોડીંગ,ટર્મિનલ ડેપોઝ,પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.
12)પોસ્ટ અને કુરીયર સર્વિસ
13)ખાનગી સિકયુરીટી સેવા
14)પશુ આહાર,ધાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
15)કૃષિ કામગીરી,પેસ્ટકન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન,પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
16)ઉકત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
17) આંતરરાજય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ.
18)તમામ પ્રકારના ઉત્પાદન/ઔધોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે.જે દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
19)બાંધકામને લગતી પ્રવૃતિઓ ચાલુ રહેશે જે દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૪) આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમમાં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
(પ) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
નોંધઃ- તા.૦૧/૦૪/૨૦૨૧ના જાહેરનામાની અન્ય સુચનાઓ તથા સરકારશ્રીની કોવિડ-૧૯નછ અન્ય માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે.
વિસ્તારઃ- ભરૂચ શહેર (નગરપાલિકા વિસ્તાર) તથા ભરૂચ તાલુકાના ઝાડેશ્વર,ભોલાવ,નંદેલાવ,શેરપુરા તથા ઉમરાજ ગામનો સમગ્ર વિસ્તાર…
આ હુકમ સરકારી ફરજ – કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ-સરકારી એજન્સી, સરકારી.પ્રાયવેટ દવાખાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને પાગુ પડશે નહી તેમજ જાહેર વ્યવસ્થા જળવાય રહે તે માટે કાયદેસરની ફરજ પરના કર્મચારીને લાગુ પડશે નહિ.
આ જાહેરનામુ તા.૨૮-૦૪-૨૦૨૧ થી તા. ૦૫-૦૫-૨૦૨૧ (બંને દિવસો સહિત અથવા તો અન્ય હુકમ થાય ત્યાં સુધી) અમલમાં રહેશે.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલ-૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ કલેક્ટર અને મેજીસ્ટ્રેટ – ભરૂચે એક જાહેરનામા ધ્વારા જણાવ્યું છે.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.