Home Gujarat બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો સૌથી મોટો નિર્ણય, 31 ડિસેમ્બર 2020 સુધી એડવોકેટ...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો સૌથી મોટો નિર્ણય, 31 ડિસેમ્બર 2020 સુધી એડવોકેટ એક્ટની કલમ 35માંથી મુક્તિ

170
0

કોરોના મહામારીએ સમગ્ર ગુજરાતને ભરડામાં લઈ લીધું છે. કોરોના વાયરસે હાલ તમામ ઉધોગ-ધંધા અને નોકરીઓમાં મોટું નુકસાન કર્યું છે. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના મહામારીની વકીલોના વ્યવસાય ઉપર પણ સૌથી મોટી અસર છોડી છે. કોરોનાના કારણે વકીલોનો ધંધો પડી ભાંગ્યો છે. ત્યારે વકીલોને હાલ અન્ય વ્યવસાય માટે છૂટ અપવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આજે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં એડવોકેટ એક્ટની કલમ 35માંથી મુક્તિ પણ આપવામાં આવી છે. 31 ડિસેમ્બર 2020 સુધી વકીલોને કલમ 35માંથી મુક્તિ અપાઈ છે. જેથી હવે વકીલો અન્ય વ્યવસાય, નોકરી કરી શકશે. આ નિર્ણયના કારણે ગુજરાતભરના 75000 વકીલોને નિર્ણયનો લાભ મળશે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતભરના વકીલો હાલ બેકારીનો સામનો કરી રહ્યા છે. કોરોના મહામારીના સંકટ વચ્ચે હાલ કોર્ટ કચેરીઓ બંધ છે, ત્યારે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વકીલો માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે વકીલોને હવે અન્ય નોકરી ધંધા કરવા માટે છૂટ આપવામાં આવી છે.

અગાઉ સિનિયર વકીલોએ માંગણી કરવામાં આવી હતી કે વેલ્ફેર ફંડમાંથી રાજ્યના વકીલોને આર્થિક મદદ કરવામાં આવે. 75 હજાર જેટલા વકીલો લોકડાઉનના કારણે પોતાનો વ્યવસાય કરી શક્યા નથી. જેના કારણે અનેક મહામારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે કાઉન્સિલ દ્વારા એક નિર્ણય લેવાયો છે. નિર્ણય પ્રમાણે એડવોકેટ એક્ટની કલમ 35માંથી મુક્તિ આપવામાં આવી છે. 31 ડિસેમ્બર ૨૦૨૦ સુધી એડવોકેટ પોતાના વ્યવસાય સિવાય અન્ય નોકરી ધંધા કરી શકશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here