Home Surat ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ...

ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-ર૦ર૦ મુજબનું જાહેરનામું

18
0

કોવિડ-૧૯ના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઇ ગૃહ વિભાગના તા.૧ર-૦૪-ર૦ર૧ હુકમ અન્વયે કેટલીક બાબતો અમલમાં મૂકવા નિર્ણય કરેલ છે જે અંતર્ગત કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.એમ.ડી.મોડિયાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-ર૦ર૦ અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટીફીકેશન અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૧-૪-ર૦ર૧ તથા તા.૭-૪-ર૦ર૧ના જાહેરનામામાં નીચે મુજબ સુધારો/અમલવારી કરવા ફરમાવેલ છે.
(૧) ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૪-૦૪-ર૦ર૧થી લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં પ૦ (પચાસ)થી વધુ વ્યકિતઓ એકઠા થઇ શકશે નહિ. (ર) કફર્યુના સમયની અવધિ દરમ્યાન ભરૂચ શહેર (નગરપાલિકા વિસ્તાર)તથા ભરૂચ તાલુકાના ઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ, શેરપુરા તથા ઉમરાજ ગામના વિસ્તારમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહિ. (૩) ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મૃત્યુના કિસ્સામાં અંતિમવિધિ/ઉત્તરક્રિયામાં પ૦(પચાસ)થી વધારે વ્યકિતઓ એકત્ર થઇ શકશે નહિ. (૪) ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેરમાં રાજકીય/સામાજિક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. (પ) ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહિ તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહિ. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ધરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. (૬) ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીમાં સંખ્યા પ૦ ટકા સુધી રાખવાની રહેશે અથવા Alternate Day એ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહિ. (૭) ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦/૦૪/ર૦ર૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા વિધિ/ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ ધ્વારા મર્યાદિન લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે. શ્રધ્ધાળુઓને પણ ધાર્મિકસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે. (૮) ગૃહ વિભાગના સરખા ક્રમાંકના તા.૦૬-૦૪-ર૦ર૧ના હુકમથી આપવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહેશે.
નોંધઃ તા.૧-૪-ર૦ર૧ તથા તા.૭-૪-ર૦ર૧ના જાહેરનામાની અન્ય સુચનાઓ તથા કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું આજ તા.૧૩-૦૪-ર૦ર૧ થી તા.૩૦-૦૪-ર૦ર૧ ( બંને દિવસો સહિત અથવા અન્ય હુકમ થાય ત્યાં સુધી ) સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાના કોઇ પણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-પ૧ થી પ૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદો ધરાવતા તમામ અધિકારીશ્રીઓની આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. એમ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ- ભરૂચ ધ્વારા એક જાહેરનામા ધ્વારા જણાવેલ છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleનેત્રંગ ચારરસ્તા ઉપરથી ભેંસોને કતલખાને લઈ જતાં આઈસર ટેંપાને પોલીસે પકડી પાડ્યો,
Next articleયુવતીનો અવાર-નવાર પીછો કરી પજવણી કરી પરાણે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરનાર યુવકની ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરતી વારસીયા“શી” ટીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here