Home Gujarat ભરૂચ જીલ્લા પંચાયત માં ૨૬ વષઁ બાદ ભાજપાએ સત્તા હાંસલ કરી

ભરૂચ જીલ્લા પંચાયત માં ૨૬ વષઁ બાદ ભાજપાએ સત્તા હાંસલ કરી

1
0

* જીલ્લા પંચાયત ના પ્રમુખ પદે અલ્પાબેન પટેલ અને ઉપ પ્રમુખ પદે ભરતભાઇ પટેલની વરણી કરવામાં આવી
ભાજપાએ ભરૂચ જીલ્લા પંચાયત માં ૧૯૯૫ માં મળેલ સ્પષ્ટ બહુમતી બાદ ફરી ૨૬ વર્ષની તપસ્યા પછી સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જીલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સભાળ્યું છે આ ૨૬ વર્ષ દરમ્યાન ૨૦૧૦ થી ૨૦૧૫ દરમ્યાન ભાજપા અને બિ.ટી.પી. ના ગઠબંધન થકી ભાજપાના પ્રમુખ મનહર ગોહિલ અને ઉપપ્રમુખ અનિલભાઈ ભગત બી.ટી.પી. માં થી સત્તા ઉપર રહ્યા હતા ત્યારે ૨૬ વર્ષ બાદ ફરી એક વાર જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી એ સ્પષ્ટ બહુમતી સાથે ભરૂચ જીલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યું છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૧ માં ભરૂચ જીલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ફૂલ ૨૭ બેઠકો ઉપર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ૩ અને કોંગ્રેસના ફાળે ફક્ત ૪ બેઠકો મળી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે મેન્ડેડ જાહેર કરાતા જંબુસર ના કહાનવા બેઠક પર થી વિજેતા જાહેર થયેલા અલ્પાબેન કમલેશભાઈ પટેલ, જેમણે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું જ્યારે અંકલેશ્વર તાલુકાની દિવા-૮ બેઠક પર થી વિજેતા જાહેર થયેલા ભરતભાઇ નાગજીભાઈ પટેલ જેઓએ ઉપપ્રમુખ માટેનું ફોર્મ ભર્યું હતું.
ભરૂચ જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં બંને ઉમેદવારો એ પ્રમુખ ઉપપ્રમુખ ની દાવેદારી નોંધાવી હતી આ પ્રસંગે મહામંત્રી નિરલભાઈ પટેલ જીલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, ભોલાવ બેઠકના વિજેતા ઉમેદવાર ધર્મેશભાઈ મિસ્ત્રી, જંબુસર માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, જીલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારો જીલ્લાના અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી પ્રમુખ ઉપપ્રમુખ પદે વળાયેલા ઉમેદવારો ને વધાવી લઇ શુભકામનાઓ પાઠવી હતી.
ભાવેશ મુલાણી, બ્યુરો ચિફ, ગુજરાત.

Previous articleડેન્ટલ કોલેજના પ્રોફેસર અને તેમના ડોક્ટર પતિ કોરોના પોઝિટિવ ??
Next articleમાંગરોલ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચંદનબેન ગામીત અને ઉપપ્રમુખપદે ભરતભાઈ પટેલ પસંદગી થઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here