ક્યારેક ભારતની સૌથી નજીક રહેનારું નેપાળ લાગે છે કે હવે સંપૂર્ણ રીતે દૂર થઈ ગયું છે. લિપુલેખ રોડ ઉદ્ઘાટન બાદ નેપાળે એક પછી એક ભારત વિરોધી પગલા ઉઠાવ્યા છે. નવા રાજકીય નકશાને મંજૂરી આપવાની સાથે જ અનેક એવા મુદ્દા છે જે એ દર્શાવે છે કે નેપાળ હવે ભારતનાં હાથમાંથી સંપૂર્ણ રીતે નીકળી ગયું છે. લિપુલેખ રોડ ઉદ્ઘાટન બાદ નેપાળે સીતાપુલની પાસે છાંગરૂમાં બીઓપી ખોલી દીધી છે. એટલું જ નહીં, ઉત્તરાખંડમાં બરહમદેવથી તિંકર સુધી 285 કિલોમીટર રોડ પણ બનાવી રહ્યું છે.
સુરક્ષા દળોને બીઓપી સુધી પહોંચાડવા માટે હેલીપેડ
આ રોડને બનાવવાનું કામ પહેલા નેપાળનાં લોક નિર્માણ વિભાગ પાસે હતુ, પરંતુ હવે આ જવાબદારી નેપાળી આર્મીએ પોતાના હાથમાં લીધી છે. આ જ કારણ છે કે આ વિસ્તારોમાં જરૂરી સામાન પહોંચાડવા માટે હેલીપૈડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ હેલીપૈડનો ઉપયોગ રોડ નિર્માણની સાથે જ સુરક્ષા દળોને બીઓપી સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે.
તિંકર નેપાળનું અંતિમ ગામ, ચીન, નેપાળ અને ભારતનું ટ્રાઇ જંક્શન
ગત દિવસોમાં નેપાળે માલપાની ઠીક સામે ઘાટી બગડમાં એક હેલીપૈડ તૈયાર કર્યું છે. આ હેલીપૈડમાં નેપાળી હેલીકોપ્ટર રોડ નિર્માણ માટે જરૂરી સામાન લાવે છે. સાથે જ સુરક્ષાદળોને પણ હેલીકોપ્ટરની મદદથી જ બૉર્ડર સુધી પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, પહેલીવાર તિંકરમાં પણ સશસ્ત્ર પ્રહરી દળો તૈનાત કર્યા છે. તિંકર નેપાળનું અંતિમ ગામ છે સાથે જ આ વિસ્તાર ચીન, નેપાળ અને ભારતનું ટ્રાઇ જંક્શન પણ છે. આ કારણે સુરક્ષાને ધ્યાનમાં લઇને આ ઘણું મહત્વનું છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક
હેલીકોપ્ટરની મદદથી નેપાળી સુરક્ષા દળો ગુંજીની ઠીક સામે કૌઆ, કાલાપાની સુધી પહોંચ્યા છે. નેપાળની બૉર્ડરમાં સક્રિયતાને જોતા ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે. નેપાળ બૉર્ડર પર સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા સીમા સુરક્ષાદળનાં જવાનો ઠેક-ઠેકાણે તૈનાત કરવામાં આવ્યા છે. જે નેપાળની તમામ હરકતો પર નજર રાખી રહ્યા છે.