International

ભારત-US વિરૂદ્ધ ચીનની ખતરનાક ચાલ, દુનિયાના 150 દેશોને આ રીતે બનાવી રહ્યું છે ગુલામ

વિસ્તારવાદી ચીન દુનિયાભરમાં પોતાનો વિસ્તાર વધારવા માટે ખતરનાક ચાલ રમી રહ્યું છે. ચીન રીતસરનું દુનિયાના નાના દેશોને ગુલામ બનાવી રહ્યું છે. આ માટે ચીને પોતાની આર્થિક તાકાતને જ હથિયાર બનાવ્યું છે. ચીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પહેલા નાના દેશને લોન આપે છે. તેને તેનો દેવાદાર બનાવે છે. પછીથી તેની સંપત્તિ અને રાજકીય કબજો લે છે.

ચીન વિશ્વના દેશોને દેવાની જાળમાં ફસાવી રહ્યું છે. બીજા અર્થમાં સમજીયે તો ચીને વિશ્વના જીડીપીના 6 ટકા જેટલી લોન દુનિયાના 150 દેશોને આપી છે. આ 150 દેશો પાસે ચીન લોનના જોરે પોતાનું ધાર્યું કરાવે છે. અમેરિકા કરતાં ચીન આર્થિક રીતે વધુ મજબૂત બની ગયું છે. તેથી નવા પ્રકારની ગુલામી ચીન કરાવી રહ્યું છે. અગાઉ આ પ્રકારની નીતિ તો ક્યારેય પશ્ચિમના દેશોએ પણ નથી અપનાવી. જો આવું જ આર્થિક વિષચક્ર ફરતું રહેશે તો તે અમરિકાને પાછળ રાખી દેશે.

જર્મનીની યુનિવર્સિટીના સંશોધનમાં થયો ખુલાસો

અમેરિકા, જર્મનીની ઘણી સંશોધન સંસ્થાઓએ ચીનની આ વ્યૂહરચના વિશે ઘટસ્ફોટ કર્યો છે. સંશોધન પ્રમાણે, કોરોના સમયગાળા દરમિયાન, વિશ્વના ઘણા દેશો ચીનના દેવાને કારણે ગુલામી તરફ આગળ વધી રહ્યા છે. લોન ભરપાઈ નહીં કરવાની સ્થિતિમાં, ચીન ધિરાણ લેનારા દેશો પર અનેક કરાર માટે દબાણ કરીને ધારે એવી ફરજ પડી રહ્યો છે. જર્મનીની કીલ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, 2000 થી 2018 ની વચ્ચે, ચીનનું વિદેશો પરનું દેવું 500 અબજ ડોલરથી વધીને 5 ટ્રિલિયન ડોલર થયું છે. આજના રૂપિયા પ્રમાણે 5 ટ્રિલિયન ડોલર – 375 લાખ કરોડ રૂપિયા છે.

હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂનો અહેવાલ

અમેરિકાના હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીની સરકાર અને તેની કંપનીઓએ 150થી વધુ દેશોની 1.5 ટ્રિલિયન ડોલર એટલે કે 112 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. હાલના વિશ્વમાં ચીન વિશ્વનું સૌથી મોટું શાહુકાર છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકે પણ આટલી લોન આપી નથી. બંનેએ 200 અબજ ડોલર એટલે કે 15 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.

દક્ષિણ આફ્રિકાના અનેક દેશો ચીનના કબજામાં

ચીને ખાસ કરીને આફ્રિકન દેશોને ટાર્ગેટ કર્યા છે. મોટાભાગના આફ્રિકન દેશો ગરીબ અને નાના છે. જેથી તે ચીનની જાળમાં ખુબ જ આસાનીથી આવી જાય છે. ઓક્ટોબર 2018 માં આવેલા એક અહેવાલ મુજબ, આફ્રિકન દેશોએ તાજેતરના વર્ષોમાં ચીન પાસેથી વધુ લોન લીધી છે. 2010માં ચીનનું આફ્રિકન દેશો પરનું દેવું 10 અબજ ડોલર એટલે કે લગભગ 75 હજાર કરોડ રૂપિયા હતું. જે વધીને $ 30 અબજ અથવા 2016 માં 2.25 લાખ કરોડ રૂપિયા થયું છે. ચીનનું સૌથી મોટું દેવું આફ્રિકાના દેશ જીબુટી પર છે. જીબુટી પર તેના જીડીપીના 80% થી વધુનું વિદેશી દેવું છે. જીબુટીનું 77% દેવું એકલા ચીનનું છે. આમ જીબુટી તો લગભગ ચીનનું ગુલામ બની જ ચુક્યું છે.

Leave a Reply

Your email address will not be published.