Home India યુદ્ધના ભણકારા!: ચીને લદ્દાખથી લઇ અરૂણાચલપ્રદેશ સુધી તૈનાત કરી દીધા ફાઇટર જેટ

યુદ્ધના ભણકારા!: ચીને લદ્દાખથી લઇ અરૂણાચલપ્રદેશ સુધી તૈનાત કરી દીધા ફાઇટર જેટ

93
0

લેહમાં ભારતના મિગ-29 અને અપાચે લડાકુ હેલિકોપ્ટર તૈનાત કર્યા બાદ ચીને પણ લદ્દાખને અડીને આવેલી પોતાના બે એરબેઝ હોટાન, ન્ગયારી, શિગાત્સે (સિક્કિમની પાસે) અને નયિંગચી (અરૂણાચલ પ્રદેશની નજીક) મોટાપાયા પર ફાઇટર જેટ, બોમ્બવર્ષક વિમાન અને હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે. એટલું જ નહીં ચીનની સેના એ પેંગોં સો જીલ પર ફિંગર 4ની આગળ ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતાં રોકવા માટે પોતાની આક્રમક કાર્યવાહીને વધારી દીધી છે.
ધ ટ્રિબ્યુનના રિપોર્ટ પ્રમાણે ચીને ભારતને અડીને આવેલી પોતાની સરહદ પર આવેલા એરબેઝ હોટાન, નગ્યારી, શિગાત્સે અને નયિંગચીમાં વધુ ફાઇટર જેટ, બોમ્બર અને લડાકુ હેલિકોપ્ટરને તૈનાત કર્યા છે. પીએલએ અરૂણાચલ પર સરહદ પર પણ પોતાની ગતિવિધિને તેજ કરી દીધી છે. પેંગોંગ સો જીલ પર જ્યાં ચીનની સેના એલએસીને બદલવા માંગે છે, ત્યાં ચીની સેના એ ગોગરા હોટ સ્પ્રિંગમાં પણ મોટાપાયા પર સૈનિકો અને હથિયાર તૈનાત કર્યા છે.
ભારતના વિસ્તારો માટે ખતરો વધ્યો
ચીનની તાજા હરકતથી ભારતના દેપસાંગ, મુર્ગો,, ગલવાન, હોટ સ્પ્રિંગ, કોયૂલ, ફૂકચે અને દેમચોકને ખતરો ઘણો વધી ગયો છે. ભારતે પણ ચીનના આ પડકાર સામે અડીખમ રહેવા માટે પોતાની તરફથી તૈયારીઓને વધારી દીધી છે. કહેવાય છે કે બંને સેનાઓની વચ્ચે આજે બેઠક થવા જઇ રહી છે. આની પહેલાં 6 જૂનના રોજ આ બેઠક થઇ હતી.
આની પહેલાં 15મી જૂનની રાત્રે ભારત અને ચીનના જવાનોની વચ્ચે ગલવાન ઘાટીમાં ભીષણ ઝડપ થઇ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા અને ચીનના પણ 40થી વધુ જવાન હતાહત થયા હતા. ત્યારબાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનના પડકારને ઉકેલવા માટે ભારતે નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારોમાં ફાઇટર જેટ, લડાકુ વિમાન, અને ટેન્ક તૈનાત કર્યા છે.
ચીને તૈનાત કર્યા આ ફાઇટર જેટ
કહેવાય છે કે ચીને ઊંચાઇવાળા વિસ્તારોમાં ઉડાન ભરવામાં અનુકૂળ લડાકુ વિમાન જે-11 અને જે 16એસને લદ્દાખથી અડીને આવેલા વિસ્તારોમાં તૈનાત કર્યા છે. ચીનના શેયજાંગ જે 11 રૂસના સુખોઇ એસયૂ 27નું ચીની વર્ઝન છે. આ ફાઇટર પ્લેન એયર સુપીરિયર થવાની સાથે દૂર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. તેમાં બે એન્જિન લાગેલા હોય છે તેનાથી જેટને વધુ પાવર મળે છે. ચીનમાં નિર્મિત આ વિમાનને માત્ર ચીની એરફોર્સ જ ઓપરેટ કરે છે. આ જેટ 33000 કિલોગ્રામ સુધીના વજનની ઉડાન ભરી શકે છે. આ વિમાન એક વખતમાં 1500 કિલોમીટર સુધીના અંતરને માર કરી શકે છે.
ભારતના સુખોઇ, જગુઆર, મિરાજ પણ તૈયાર
પાછલા દિવસોમાં વાયુસેનાના પ્રમુખ આર.કે.એસ.ભદૌરિયાએ ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદથી ચીનમાં વધેલા તણાવની તૈયારીઓની ભાળ મેળવવા માટે લેહ અને શ્રીનગરની બે દિવસની મુલાકાત લીધી હતી. સૈન્ય સૂત્રોએ આ અંગે કહ્યું છે. વાયુ સેનાએ ચીનથી અડીને આવેલા 3500 કિલોમીટરની સરહદની પાસે પોતાના તમામ અગ્રીમ બેઝને હાઇએલર્ટ પર રાખ્યા છે અને ઘર્ષણ બાદ તૈયારીઓની અંતર્ગત લડાકુ વિમાન અને અન્ય જંગી હેલિકોપ્ટર જેવાકે વધુ સંસાધનોને તૈનાત કર્યા છે.
એર ચીફ માર્શલ ભદૌરિયા બુધવારના રોજ વાયુસેનાના લેહબેઝ પર પહોંચ્યા જ્યાં તેમણે પૂર્વ લદ્દાખમાં સંવેદનશીલ સરહદી ક્ષેત્રોની રક્ષામાં લાગેલા બળની તૈયારીઓની સમીક્ષા કરી. લેહથી તેઓ બુધવારના રોજ એક દિવસ માટે શ્રીનગરની મુલાકાત પર ગયા જ્યાં તેમણે વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી. વાયુસેના છેલ્લાં ત્રણ દિવસમાં લેહ અને શ્રીનગર સહિત વાયુસેનાના અગત્યના બેઝ માટે સુખોઇ 30 એમકેઆઇ, જગુઆર, મિરાજ 2000 વિમાન, અપાચે જંગી હેલિકોપ્ટર તથા અન્ય સંસાધનોને મોકલી ચૂકયા છે.


Previous articleપ્રેમ ને શ્વાસ માં લો…આભાર ને શ્વાસ થી બહાર છો ડો….. જીવન ને સુંદર બનાવીએ…
Next articleઅનલોકમાં કોરોનાનો વિસ્ફોટ: દુનિયાના કેટલાંય દેશોને લેવો પડ્યો આકરો નિર્ણય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here