Home South-Gujarat રાજપીપળા ખાતેની ITI માં પ્રવેશ લેવા માંગતા ઉમેદવારો તા.૨૦ જુલાઇ સુધી ઓનલાઇન...

રાજપીપળા ખાતેની ITI માં પ્રવેશ લેવા માંગતા ઉમેદવારો તા.૨૦ જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે

21
0

ભરત શાહ દ્વારા – રાજપીપળા : રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજપીપળા ખાતે પ્રવેશસત્ર જુલાઈ- ૨૦૨૧ માં પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહીનો હાલ પ્રારંભ થઇ છે.
પ્રવેશ લેવા માંગતા ઉમેદવારોએ સરકારી/ગ્રાંટ- ઈનએઈડ/એસ.એફ.સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેમણે રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણાપત્રો સહિત પરત જમા કરાવવાનુ રહેશે.


પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફોર્મ ભરવાની ઓનલાઇન તા.૦૩/૦૭/૨૦૨૧ થી શરૂ થયેલ છે. ફોર્મ ભરવાની ઓનલાઇન છેલ્લી તા.૨૦ જુલાઈ-૨૦૨૧ અને આઇ.ટી. આઇ ખાતે પ્રવેશ ફોર્મ રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તા.૨૧. જુલાઈ સાંજના ૦૫:૦૦ કલાક સુધીની રહેશે તેમજ રાજપીપળા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ કરવાની તા.૨૩ જુલાઈ સુધીની રહેશે.
આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ વધુમાં વધુ લાભ લેવા આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજપીપળા તરફથી જણાવવામાં આવ્યું છે.


Previous articleઅંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી ને અડફેટમાં લેતા મોત
Next articleલાછરસ ગામે નજીવી બાબતે ચપ્પુ મારી ઇજા કરી ધમકી આપનાર 02 વિરુદ્ધ ગુનો દાખલ થયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here