Home Gujarat રાજપીપળા પાલિકા પ્રમુખે સત્તા સંભાળતા જ મોબાઈલ ટાવર તથા વેરાની લાખો રૂ.ની...

રાજપીપળા પાલિકા પ્રમુખે સત્તા સંભાળતા જ મોબાઈલ ટાવર તથા વેરાની લાખો રૂ.ની વસુલાત કરાવતા પાલિકા ની આર્થિક સ્થિતિ સુધરી

17
0

પાલીકા પ્રમુખ અને મુખ્ય અધિકારી એ બાકી લેણા બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના આપતા પાલીકા ટીમો એ 7 મિલકતો સિલ સહિતની કાર્યવાહી કરાઈ
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે પ્રમુખ પદ સંભાળતા જ પાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા કમર કસી છે જેમાં ઘણા સમયથી મોબાઈલ ટાવરો અને મિલકત વેરાની લાખો રૂપિયાની રકમ બાકી હોય તે બાબતે મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા સાથે વાટાઘાટ કરી રિકવરી કરતી પાલીકા ટીમોને બાકી લેણા બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના આપતા પાલીકા ટીમો એ સાત મિલકતો સિલ સહિતની કડક કાર્યવાહી કરતા અન્ય બકીદારો માં ફફડાટ ફેલાયો હતો જેથી જોતજોતામાં લોકો ફટાફટ વેરો તથા મોબાઈલ ટાવરો નું બાકી ભાડું ભરપાઈ કરી જતા પાલીકાની આર્થિક સ્થતી માં ઘણો સુધારો થયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોબાઈલ ટાવરો ના લાંબા સમય થી બાકી લેણા માં કુલ રૂ.૧૨ લાખથી વધુ ની રકમ પાલીકા એ વસૂલી છે ત્યારે એજ રીતે મિલકતો સિલ મારતા લાખો રૂપિયાની વેરા વસુલાત પણ થઈ હોય આમ પાલિકાની આર્થિક સ્થિતિ માં ઘણો સુધારો થયો છે.
આવનારા દિવસોમાં પાલિકાની આર્થિક સ્થિતિ વધુ સુધરે તેમજ શહેરમાં લાંબા સમયથી સફાઈ, પાણી સહિતની સમસ્યા બાબતે પણ અમે એક્ષન પ્લાન બનાવી દરેક બાબતે ની પાયાની સુવિધા યોગ્ય રીતે વેરો ભરતી પ્રજા ને મળે તેવું આયોજન કરી રહ્યા છે તેમ કુલદીપસિંહ એ જણાવ્યું હતું.


Previous articleગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધશે,બાદમાં ઘટાડો થાય તેવી ધારણાં :મુખ્યમંત્રી રૂપાણી
Next articleકોની સાઠ ગાંઠ..?! નર્મદા જીલ્લા મા અન્ય જિલ્લાની એજન્સીઓને સરકારી ગ્રાન્ટો ફાળવવામાં આવતા કામગીરી પર ઉઠ્યા સવાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here