GUJARAT

રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના વિરોધમા રાજપીપળા સહિત નર્મદા જિલ્લાની 25 જેટલી શાખાઓ બંધ

બે દિવસની બેંક હડતાળ ને કારણે કરોડોનું ક્લીયરન્સ ઠપ્પ : ATM માં રૂપિયા ખૂટી પડતા ગ્રાહકો મુશ્કેલીમાં

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : દેશભરમાં બેન્ક કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ પર ઉતરી ગયા હોય લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં નર્મદા જિલ્લામાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોની 25 જેટલી શાખાઓ આવેલી હોય જેના 4 લાખ જેટલા ગ્રાહકો ને બેન્કિંગ કામગીરી માટે ખુબ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો હતો. જિલ્લામાં અંદાજિત 10 કરોડથી વધુના ક્લિયરિંગ્સ સહિતના કામો ઠપ્પ થઇ ગયા હતા. રાજપીપળા સહિત નર્મદા મા પણ બેંક કર્મચારીઓ હડતાળ મા જોડાયા છે.પગાર વધારો અને બીજી કેટલીક માંગોને લઇને બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ હડતાળ અને રવિવારની રજાના કારણે બેન્કિંગ કામકાજ પર ત્રણ દિવસ અસર પડી હતી.

નર્મદા જિલ્લામાં બે દિવસની હડતાળમાં SBI, BOB, બેન્ક ઓફ ઇન્ડિયા જેવી રાષ્ટ્રીયકૃત બેંકો ના 2500 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા ગ્રાહકોને નાણાકિય વ્યવહાર કરવામા ભારે મુશ્કેલી પડી હતી. નાણા ઉપાડવા અને ચેકોના કલીયરનસ ના થતા લાખોનું ટ્રાનજેક્સ ન ઠપ્પ થઈ ગયુ હતું. જોકે આજે લોકો નો એટીએમ પર વધારે ધસારો જોવા મળ્યો હતો. પરંતુ ATM માંથી રૂપિયા પણ ખાલી થઇ જતા લોકોની મુશ્કેલી વધી હતી.

Leave a Reply

Your email address will not be published.