Home Tech વોટ્સએપની માફક જ ફેસબુક મેસેન્જરમાં આવી રહ્યું છે જબરદસ્ત ફીચર્સ,,

વોટ્સએપની માફક જ ફેસબુક મેસેન્જરમાં આવી રહ્યું છે જબરદસ્ત ફીચર્સ,,

7
0

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે તેની મેસેંજર એપ્લિકેશન માટે નવા ફીચરનું ટેસ્ટિંગનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચરથી મેસેન્જર એપને એડિશનલ સિક્યોરિટી મળશે. એક ટેક રિપોર્ટ અનુસાર, આ ફીચરથી મેસેન્જર એપને બાયમેટ્રિક ઓર્થેન્ટિકેશન ટૂલ આપશે, જેનો ઉપયોગ યબઝર્સ ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા કરી શકે છે. આ સુવિધા વોટ્સએપમાં પહેલેથી આપવામાં આવી છે. આ ફીચર મારફતે યૂઝર એપમાં લોકનું ટાઈમિંગ પણ સેટ કરી શકશે જેમ વોટ્સએપમાં કરી શકીએ છીએ.

યૂઝર્સને મળશે 4 ટાઈમિંગ ઓપ્શન
આ ફિચરની મદદથી યૂઝર્સને એપને લોક કરવા માટે 4 ઓપ્શન મળે છે. તેમાંથી એક વિકલ્પ આફ્ટર આઈ લીવ મેસેન્જરનો છે. એટલે કે તમે જેવા એપમાંથી બહાર નીકળશો કે એપ જાતે લોક થઈ જશે. તેના સિવાય તમે 1 મિનિટ, 15 મિનિટ અને 1 કલાકનો ઓપ્શનની પસંદગી કરી શકશો.

ટેસ્ટિંગ ફેઝમાં છે આ ફીચર

ફેસબુકના એક સ્પોક્સપર્સના જણાવ્યા અનુસાર, અત્યારે આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે અને અમુક iOs યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. જલ્દીથી આ ફીચર એન્ડ્રોઈંડ યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.
વોટ્સએપના ઓર્થેન્ટિકેશન ફીચરની જેમ કામ કરશે
મેસેન્જર પર આ ફીચર તેવી રીતે જ કામ કરશે જેમ વોટ્સએપ પર કામ કરે છે. જો કે, વોટ્સએપ પર યૂઝર્સને એપલોક કરવા માટે 3 વિકલ્પ મળે છે, પરંતુ મેસેન્જરમાં તેના માટે તમને 4 ઓપ્શન મળશે.
સ્કેમ એલર્ટ ફીચર પણ લાવી ચૂક્યું છે ફેસબુક
ફેસબુકે હાલમાંજ પોતાના યૂઝર્સને સ્કેમથી બચાવવા માટે સેફ્ટી નોટિસ ફીચર પણ લાવી દીધું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ કોઈ પણ સસ્પીસિયશ એક્ટિવિટીનું એલર્ટ મેળવી શકશે. આ ફીચર યૂઝર્સને સ્કેમ જાણવા વિશે પણ માહિતી આપવામાં આવે છે.

Previous articleરાજ્યસભાની ચૂંટણીમાં મતદાન પહેલા ગુજરાત BJPને મોટો ઝાટકો, પબૂભા માણેકને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો
Next articleRealme લાવી રહ્યો છે સસ્તો સ્માર્ટફોન C11,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here