Home International સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ગંભીરતાથી લીધો.

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ગંભીરતાથી લીધો.

46
0

સંયુક્ત રાષ્ટ્ર ના મહાસચિવ એંટોનિયો ગુટારેસે કહ્યું હતું કે, દક્ષિણ એશિયા ના બે દેશ ભારત  અને પાકિસ્તાન એક સાથે આવે અને પોત-પોતાની સમસ્યાઓને લઈને ગંભિરતથી વાતચીત કરે તે ખુબ જ જરૂરી છે. ગુટારેસે એવી પણ ચેતવણી આપી છે કે બંને દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો સૈન્ય ટકરાવ તેમની સાથો સાથ દુનિયા આખી માટે વિનાશકારી નિવડશે.


સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે અનેક મુદ્દે જોરદાર ટકરાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાન તરફથી સરહદે છેલ્લા ઘણા સમયથી ઉંબાડીયા વધ્યા છે જેનો ભારતીય સૈન્ય આકરો જવાબ આપી રહ્યું છે.


સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ગંભીરતાથી લીધો છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુટારેસે કહ્યું હતું કે, મેં જે અગાઉ મારા વક્તવ્યમાં કહ્યું હતું તેવું જ હું આજે પણ કહી રહ્યો છું. મારૂ માનવું છે કે, તણાવ ઘટાડવો પડશે, નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવો ખુબ જ જરૂરી છે. ગુટારેશ કાશ્મીરમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા વિવાદ મામલે પાકિસ્તાનના પત્રકાર દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યાં હતાં. પત્રકારે ગુટારેસ દ્વારા ઓગષ્ટ 2019માં આપવામાં આવેલા વક્તવ્યનો ઉલ્લેખ કરતા કહ્યું હતું જેમાં તેમણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિના સંદર્ભમાં ભારે સંયમ રાખવાની અપીલ કરી છે.

ગુટારેસે કહ્યું કહ્યું કે, મારૂ માનવું છે કે, એ ખ્હુબ જ જરૂરી છે કે, બંને દેશો એક સાથે આવે અને પોતાની સમસ્તા પર ઉંડાણપૂર્વક વાત કરે. મારૂ માનવું છે કે, તમામ બાબતોમાં માનવાધિકારનું સમ્માન થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ તમામ બાબતો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. અમારા કાર્યાલયો હંમેશા મદદ માટે જાહર છે અને અમે ઈચ્છીએ છીએ કે, એવી સમસ્યાઓ કે જેમનું કોઈ સૈન્ય સમાધાન નથી તેનું શાંતિપૂર્ણ સમાધાન વાતચીત દ્વારા કાઢવામાં આવે. ભારત અને પાકિસ્તાનના સંદર્ભમાં એ બાબત સ્પષ્ટ છે કે, બંને દેશો વચ્ચે કોઈ પણ સૈન્ય ટકરાવ બંને દેશો અને દુનિયા આખી માટે વિનાશકારી સાબિત થઈ શકે છે.

Previous articleદક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી.
Next articleઅમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને દેશના સર્જન જર્નલ તરીકે ડૉ. મૂર્તિને પસંદ કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here